- જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડની મીટીંગ બોલાવાઇ
- કોરોનામાં કમરતોડ ભૂગર્ભ ગટર ચાર્જ ઝીકવામાં આવ્યો
- બિનરાજકીય સંગઠન જેતપુર શહેર વિકાસ સમિતિ દ્વારા ચલાવાયું
રાજકોટ :રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જેતપુરમાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે. ત્યારે જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા તાબડતોબ જનરલ બોર્ડની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભૂગર્ભ ગટરના વેરામાં કરેલ તોતિંગ વધારાની જગ્યાએ ઘટાડો કરવામાં આવ્યો હતો.
મહામારીમાં લોકો આર્થિક સંકળામણનો પણ સામનો કરી રહ્યા
છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ મહામારીમાં લોકો આર્થિક સંકળામણનો પણ સામનો કરી રહ્યાં છે. ત્યારે આ કોરોના મહામારીની સાથે આર્થિકમંદીમાં લોકો પર જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કનેક્શન ચાર્જમાંમાં રૂપિયા 1,200/- તેમજ વાર્ષિક ચાર્જ રૂપિયા 900/- રહેણાંક મિલકત પર આ ચાર્જ ઝીકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હોટલ, મલ્ટીપ્લેક્સની ટેક્સ માફી બાદ ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ કરી ટેક્સ માફીની માગ
ભૂગર્ભ ગટર કનેક્શનના રૂપિયા 1200/-થી ઘટાડીને રૂપિયા 100/- કરાયા
જેનો વિરોધ જેતપુરના બિનરાજકીય સંગઠન જેતપુર શહેર વિકાસ સમિતિ દ્વારા જનજાગૃતિ ચલાવીને કરવામાં આવ્યો હતો. આ સાથે જ જેતપુરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પણ આ વેરાનો વિરોધ યેનકેન પ્રકારે કરવામાં આવ્યો હતો. આજ રોજ નગરપાલિકાની મળેલી જનરલ બોર્ડની મીટીંગમાં ભૂગર્ભ ગટર કનેક્શનના રૂપિયા 1200/-થી ઘટાડીને રૂપિયા 100/- કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી પર વસૂલાતો બે ટકા ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શના જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત
નગરપાલિકા તંત દ્વારા જનરલ બોર્ડની મીટીંગ યોજાઇ
જેતપુરમાં ભૂગર્ભ ગટરના ટેક્ષનો વિરોધ પ્રબુદ્ધ નાગરિકો અને બિનરાજકીય સંગઠનો તો ઘણા સમયથી કરી રહ્યા છે. પરંતુ જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જેતપુરમાં આવવાના હોય તે દરમિયાન કોઈ વ્યક્તિ ભૂગર્ભ ગટરના ટેક્ષનો વિરોધ ન કરે તેને લઈને નગરપાલિકા તંત દ્વારા જનરલ બોર્ડની મીટીંગ યોજી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોરબંદરના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિતે એક સામાજિક કાર્યક્રમમાં ગુરૂવાર બપોરે આવી રહ્યા છે.