ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુર તાલુકા પંચાયતના તલાટીએ વિરપુરની બજારની મુલાકાત લીધી

વિરપુરમાં કોરોના વાઈરસને લઈને જેતપુર તાલુકા પંચાયતના તલાટી સહિતના કર્મચારીઓએ, માસ્ક ન બાંધનારા લોકોને દંડ ફટકાર્યો હતો.

જેતપુર તાલુકા પંચાયતના તલાટીએ વીરપુરમાં બજારની મુલાકાત લીધી
જેતપુર તાલુકા પંચાયતના તલાટીએ વીરપુરમાં બજારની મુલાકાત લીધી

By

Published : May 26, 2020, 3:14 PM IST

રાજકોટઃ કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન પાર્ટ ચારનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે જેતપુર તાલુકા વહીવટી તંત્ર રાત દિવસ ફરજ નિભાવી રહ્યું છે. જેતપુર તાલુકા પંચાયતના તલાટી સહીતના કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહીને, જેતપુર તાલુકા પંચાયતના TDO એન.ડી.કુગસિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ તલાટી જયદીપ ગોંધિયાં, જયદેવભાઈ ગોવાળિયા અને ચંદ્રેશ ઉમરાણીયા તથા અજય ચાવડા સહિતની ટીમે વિરપુર પોલીસને સાથે રાખીને વિરપુરમાં જાહેરમાં થુંકવા તેમજ જે લોકોએ માસ્ક ન બાંધેલા હોય તેવા લોકોને દંડ વસુલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુર તાલુકા પંચાયતના તલાટીએ વીરપુરમાં બજારની મુલાકાત લીધી

બહાર નિકળનાર લોકો માસ્ક બાંધી રાખે તેમજ કોરોના વાયરસ સામે લડવાના અગમચેતીના પગલાની માહિતી આપી હતી. તેમજ જે લોકોને કવોરન્ટાઈન કરેલા છે, તેવા કુટુંબોને ખાસ ઘરમાં રેહવા સૂચના આપી હતી. આ ટીમ વીરપુરની મુખ્ય બજારોમાં જઈને ગ્રાહકો તેમજ વેપારીઓને મોઢે માસ્ક બાંધવાની અને જાહેરમાં ન થુંકવાની સમજણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details