રાજકોટ :નવા યુવા લોકો વિવિધ પ્રકાર લગ્ન કરતા હોય છે. ત્યારે ઉપલેટા તાલુકાના સૌથી છેવાડે (Marriage at Satvadi village)આવેલા સાતવડી ગામની ક્ષત્રિય સમાજની દીકરીના લગ્ન પ્રસંગમાં દીકરીબાના લગ્નની વેલ ભાવનગરના અલંગથી હેલીકોપ્ટર મારફતે આવી હતી. વિસ્તારમાં આ પહેલો પ્રસંગ બનવાથી લોકો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. (Satavadi village wedding sword helicopter arrived)
દીકરીબાના લગ્નમાં વેલ હેલીકોપ્ટરમાં આવતા લોકો જોવા ઉમટી પડ્યા - helicopter wedding at Satvadi village
રાજકોટના સાતવડી ગામે દીકરીના લગ્નમાં વેલ હેલીકોપ્ટર (wedding at Satvadi village) મારફત આવી હતી. સાતવડી ગામે આ પ્રથમ પ્રસંગ બનતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.(helicopter wedding at Satvadi village)
![દીકરીબાના લગ્નમાં વેલ હેલીકોપ્ટરમાં આવતા લોકો જોવા ઉમટી પડ્યા દીકરીબાના લગ્નમાં વેલ હેલીકોપ્ટરમાં આવતા લોકો જોવા ઉમટી પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17157580-thumbnail-3x2-kshatriya.jpg)
પ્રથમ વાર આ પ્રસંગ ભાવનગર જિલ્લાના અલંગના સ્વ. વનરાજસિંહ ધીરુભા ગોહિલના પુત્ર મહિપાલસિંહના લગ્ન ઉપલેટાના સાતવડી ગામના દીકરી ભાગ્યેશ્રીબા સાથે લગ્ન હતા. આ પ્રસંગમાં ક્ષત્રિય પરંપરા મુજબની વિધિમાં લગ્ન માટે વેલ એટલે લગ્ન માટેની તલવાર હેલીકોપ્ટર મારફતે અલંગથી સાતવાડી ખાતે આવી હતી. લગ્ન વિધિ કરીને દીકરીને હેલીકોપ્ટરમાં વિદાઈ લીધી હતી, ત્યારે આ પ્રકારનો પ્રસંગ આ પંથકમાં પહેલો હતો. જે જોવા માટે આસપાસના લોકો પ્રસંગને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. (Marriage in Rajkot)
વેલ હેલિકોપ્ટર મારફતઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે લોકો અવનવા ટ્રેન્ડ પણ (Helicopter wedding at Satvadi village) લાવી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં વરરાજા માટે તલવારને લઈને ખુબ મહત્વ માનવામાં આવે છે. જેને લઈને ઉપલેટાના સાતવડી ગામના દીકરીબા લગ્ન પ્રસંગે વેલ હેલિકોપ્ટર મારફતે લાવવામાં આવી હતી. જે લોકો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. (Satvadi village Helicopter)