રાજકોટ: રાજકોટની યુનિવર્સિટીઓમાં ગુનાખોરી બેફામ બની છે. ફરી વખત યુનિવર્સિટી કેમ્પસ ચર્ચામાં આવ્યું છે. રાજકોટની ભાગોળે આવેલી મારવાડી યુનિવર્સિટીમાં કેમ્પ્લસ માંથી શંકાસ્પદ રીતે વાવેલા છોડવા મળી આવ્યા હતા. જ્યારે આ બાબતની જાણ થતા અજાણ્યા ઈસમો દ્વારા આ છોડવાને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા. તેને આગ લગાડવામાં આવી હતી. ઘટનાને પગલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચી હતી. આ શંકાસ્પદ છોડવાને કબ્જામાં લઈને તેને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના છોડ વાવેલા મળી આવવાની વાતને લઈને ચકચાર મચી જવા પામી છે. આ અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી અનેક વખત વિવાદમાં આવી હતી. ત્યારે ફરી એકવાર શંકાસ્પદ છોડ વવવાને લઈને યુનિવર્સિટી વિવાદમાં આવી છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં ભગવાનની પૂજા અર્ચના કરીને દાનપેટી થેલામાં નાખી ચોરે ચાલતી પકડી
તપાસ શરૂ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરની ભાગોડે આવેલ મોરબી રોડ ઉપર મારવાડી યુનિવર્સિટી આવેલી છે. જ્યારે આ મારવાડી યુનિવર્સિટીમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એવામાં આ યુનિવર્સિટી કેમ્પસમાં બોઇઝ હોસ્ટેલ પણ આવેલી છે. આ હોસ્ટેલ નજીકથી શંકાસ્પદ વાવેલા છોડવા મળી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ મીડિયાને થતા મીડિયાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એવામાં અજાણ્યા ઇસમો દ્વારા આ છોડવાને ઉખાડી ફેંકવામાં આવ્યા હતા. તેમાં આગ લગાવવામાં આવી હતી. ત્યારે રાજકોટ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી. આ શંકાસ્પદ છોડવાને કબજે કર્યા હતા. હાલ પોલીસ દ્વારા ખરેખરમાં આ છોડ ગાંજાના છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
ગાંજાના છોડવા:મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાના છોડના વાવેતર મામલે યુનિવર્સિટીના સતાધીશો પણ અજાણ હોવાનું હાલ જણાવી રહ્યા છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શંકાસ્પદ છોડને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખ કરીએ છીએ કે મારવાડી યુનિવર્સિટી અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં આવી છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક દલિત યુવકને માર મારવાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે તે અગાઉ મારવાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસીને કિસ કરતા હોય તેવા વિડિયો પણ વાયરલ થયા હતા. આ સાથે જ ફરી એક વખત યુનિવર્સિટી કેમ્પસમાં શંકાસ્પદ ગાંજાના છોડવા ઉગાડ્યા હોવાની વાત સામે આવતા મારવાડી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે.