ગુજરાત

gujarat

ETV Bharat / state

સુષ્મા સ્વરાજે 1995-96માં રાજકોટની 3 દિવસની મુલાકાત લીધી હતી - સુષ્મા સ્વરાજ

રાજકોટ : ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. જેને લઈ સમગ્ર દેશ સ્તબ્ધ થયો છે. સુષ્મા સ્વરાજ પ્રખર વ્યકતાની સાથે ઉમદા રાજનેતા હતા. સુષ્મા સ્વરાજની કેટલીક યાદો રાજકોટમાં છુપાયેલી છે. પૂર્વ વિદેશ પ્રધાન વર્ષ 1995-96માં રાજકોટમાં ત્રણ દિવસ રહ્યા હતા.

etv bharat rajkot

By

Published : Aug 7, 2019, 5:34 PM IST

દેશના કદી ભુલાય નહિ એવા મહિલા રાજનેતાનું અવસાન થયું છે. ત્યારે રાજકોટ સાથે પણ સુષ્મા સ્વરાજનો અતૂટ નાતો હોવાનું સામે આવ્યો છે. વર્ષ 1995-96 દરમિયાન સુષ્મા સ્વરાજ ત્રણ દિવસ રાજકોટમાં રોકાયા હતા. જે દરમિયાન તેઓ રાજકોટના પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરાના ઘરે રોકાયા હતા. આ સમયે ભાવનાબેનના હાથનું કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો.

સુષ્મા સ્વરાજે કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો

સુષ્મા સ્વરાજને રાજકોટના ગાંઠિયા પણ ખૂબ જ ભાવ્યા હોવાનું ભાવનાબેન દ્વારા જણાવાયું હતું. આવા ઉમદા રાજનેતાની એકાએક વિદાય આવતા દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

રાજકોટના પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરાના ઘરે રોકાયા હતા

ABOUT THE AUTHOR

...view details