ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરનાર નરાધમ 12 વર્ષ પછી યુપીથી ઝડપાયો - Murder case in Surat

સુરતનાા 12 વર્ષ પહેલા ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરનાર આરોપી પકડાય ગયો છે. આરોપીને પોર્ન ફિલ્મ જોવાની લત લાગતા તેને બાજુમાં રહેતી બાળકીને લાલચ આપીને પોતાની રૂમમાં લઇ ગયો હતો. ત્યારે બળાત્કાર બાદ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ નરાધમને યુપીથી ઝડપી પાડ્યો છે.

Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરનાર નરાધમ 12 વર્ષ પછી યુપીથી ઝડપાયો
Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરનાર નરાધમ 12 વર્ષ પછી યુપીથી ઝડપાયો

By

Published : Jul 19, 2023, 7:16 PM IST

સુરત : ચાર વર્ષીય માસુમ બાળકી પર બળાત્કાર આચરી તેની હત્યા કરનાર નરાધમ આરોપીને પીસીબી પોલીસે ઉતરપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો હતો. નરાધમ આરોપીએ વર્ષ 2011ની સાલમાં સુરતના સચિન વિસ્તારમાં રહેતો હતો, ત્યારે પોર્ન ફિલ્મ જોયા બાદ નજીકમાં રહેતી 4 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ જઈ બળાત્કાર આચરી તેની હત્યા કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી વર્ષ 2011ની સાલમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલા વિનયભાઈની ચાલમાં રહેતો હતો અને સંચામશીનમાં કામ કરતો હતો. આ દરમિયાન તેને પોર્ન ફિલ્મ જોવાની ટેવ હતી અને બનાવના દિવસ રાત્રીના સમયે તેણે પોર્ન ફિલ્મ જોઈ હતી અને બાદમાં નજીકમાં રમતી 4 વર્ષીય બાળકીને જોઈને બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં બાળકી પર બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન બાળકીનું મોત થતા તે બાળકીના મૃતદેહને રૂમમાં અભરાઈ પર મુકીને રૂમ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. વધુમાં પોલીસે આરોપીનો મોબાઈલ ચેક કરતા તેના મોબાઈલ ફોનમાંથી અશ્લીલ સાહિત્ય મળી આવ્યું છે. હાલ આરોપીનો કબજો સચિન પોલીસને સોપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.- રાજેશ સુવેરા (PCBના ઇન્સ્પેક્ટર)

કેવી રીતે પકડાયો : સુરતમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકી પર બળાત્કાર આચરી તેની હત્યા કરનાર આરોપી તેના વતન યુપી ખાતે આવેલા નુનીયાપાટી ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ ત્યાં ગયી હતી અને ત્યાં તપાસ કરતા આરોપી ત્યાં ભંગારનું કામ કરતો હતો અને તેનું ગામ બિહાર-યુપીની બોર્ડર પાસે આવેલું હતું અને ત્યાં આસપાસ જંગલ વિસ્તાર હતો. જેથી તેના ગામમાં જઈને તેને પકડવો મુશ્કેલ હતો. જેથી પોલીસે ત્રણ દિવસ વોચ ગોઠવી હતી અને આરોપી ભંગારના કામ અર્થે ગામની બહાર આવતા જ પોલીસે આરોપી વિનોદ ભોલાનાથ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.

  1. Ahmedabad Crime : બોડકદેવમાં 11વર્ષની સગીરાને પીંખનાર હોટલ વેઈટર ઝડપાયો, પરિવાર ડરતો હતો ફરીયાદ કરવા માટે
  2. Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી
  3. Dholka Rape Crime : નરાધમે 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લીધો, ઘરમાં ઘુસીને કર્યો રેપ

ABOUT THE AUTHOR

...view details