ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ માર્કેટયાર્ડમાં 9 દિવસથી હડતાલ, વેપારીઓના લાયસન્સ રદ કરવાની ચીમકી - rajkot news

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળનો આજે 9મો દિવસ છે, ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા હવે હડતાળ મામલે લાલ આંખ કરવામાં આવી છે. તેમજ વેપારીઓના લાયસન્સ રદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

strike
રાજકોટ

By

Published : Feb 26, 2020, 10:31 AM IST

રાજકોટઃ બેડી માર્કેટિંગ યાર્ડમાં યાર્ડમાં આજે 9મો દિવસ છે, ત્યારે યાર્ડ દ્વારા એક જાહેરમાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યાર્ડમાં કામ અથવા વેપાર કરવા ઇચ્છુક વેપારીઓ અને કમિશ્ન એજન્ટ આગામી ત્રણ દિવસની અંદર પોતાની દુકાન શરૂ કરી દે અથવા આમ ન કરનાર વેપારીઓ અને કમિશ્ન એજન્ટના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટના યાર્ડમાં 9 દિવસથી હડતાળ, વેપારીઓના લાયસન્સ રદ કરવાની ચીમકી

આ સાથે જ યાર્ડ દ્વારા ખેડૂતોના માલની હરાજી માટેની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ યાર્ડ દ્વારા હાલ પૂરતી જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેડી યાર્ડની આસપાસના વિસ્તારમાં મચ્છરોના ત્રાસના વિરોધ બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. જ્યારે હજુ પણ યાર્ડના વેપારીઓ પોતાના પર થયેલ પોલીસ કેસને પરત કરવાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details