રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલએ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યારે અહી સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ દરરોજ સારવાર અર્થે આવતા હોય છે. એવામાં સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં આવતા દર્દીઓ પાસેથી હોસ્પિટલ સ્ટાફ દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની વાત સામે આવી હતી. જેને લઇને આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર એસ ત્રિવેદી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 12 જેટલા સર્વન્ટની અન્ય વોર્ડમાં બદલી કરવામાં આવી છે. જ્યારે 3 જેટલી મહિલા સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવા મામલે આકરી કાર્યવાહી! - patients in Rajkot Civil Hospital
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુનેગારો પર આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી સેવાઓ મોટા ભાગે ફ્રી જ હોય છે તેમ છતા ગામડા લેવલે લોકોને એટલી માહિતી હોતી નથી જેનો ફાયદો અમુક લોકો લઇ લેતા હોય છે. પરંતુ જયારે ઝપેટમાં આવે છે ત્યારે તેમની ખરી ડોક્ટરી કરવામાં આવે છે. કોરોના કાળમાં પણ એવા લોકો જોવા મળ્યા હતા જેમને લોકો કરતા વધારે પૈસામાં વધારે રસ હતા.
"આપણાં પીડિયુ સિવિલ હોસ્પિટલમાં જનાના વિભાગમાં કેટલાક કર્મચારીઓ દ્વારા ડિલિવરીના દર્દીઓ અને તેમના પરિવારજનો પાસે પૈસા માગવામાં આવતા હોવાની વાત ધ્યાન પર આવી હતી. જેને લઇને આ વિભાગના વર્ગ જે પણ કર્મચારીઓ છે તેમનું અન્ય વોર્ડમાં ટ્રાન્સફર અને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહીથી હોસ્પિટલના અન્ય કર્મચારીઓને પણ ખ્યાલ આવે કે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે"-- ડૉ આર.એસ ત્રિવેદી, (સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ, રાજકોટ)
હોસ્પિટલમાં મફત સારવાર:તબીબ સુપ્રીટેન્ડેન્ટ ડો. આર એસ ત્રીવેદીએ વધુમાં જણાવ્યું હતી કે હાલ આ પ્રકારની ઘટના માત્ર જનાના વોર્ડમાં જ સામે આવી છે. પરંતુ અન્ય કોઈ પણ વોર્ડમાં જો આ પ્રકારની ઘટના સામે આવશે તો ત્યાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે અને અહી કામ કરતા તમામ કર્મચારીઓને સરકાર દ્વારા પગાર આપવામાં આવે છે. જેના કારણે કોઈ પણ કર્મચારી દર્દીઓ પાસે પૈસાની માંગણી કરી શકે નથી. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની સારી સેવા કરવા અને ડિલિવરી કરાવવા સહિતની બાબતે પૈસાની માંગણીઓ કરવામાં આવતી હતી. જે મામલે હવે સુપ્રીટેન્ડેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.