રાજકોટ:રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત (Torture of stray cattle in rajkot) છે. એવામાં રખડતા ઢોળ પકડતી પાર્ટી સાથે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો (video viral on social media) છે. રાજકોટના કણકોટ વિસ્તાર નજીકની આ ઘટના છે. જ્યાં ઢોર પકડ પાર્ટી સાથે ઢોરના માલિકો દબંગાઈ કરી રહ્યા (tyranny of cattle owners with corporation officer) છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. જો કે તાજેતરમાં જ રાજકોટમાં ત્રણ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને એક નિવૃત્ત આર્મીમેનને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટના હજુ સુધી ભુલાઈ (tyranny of cattle owners with corporation officer) નથી. ત્યાં ફરી એક વખત રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો (tyranny of cattle owners with corporation officer) છે.
કોર્પોરેશનની કામગીરીમાં દખલગીરી નહીં ચલાવી લેવાય:ઢોર પકડ પાર્ટી સાથેના બોલાચાલીના વિડીયો મામલે રાજકોટના મનપા કમિશનર અમિત અરોરાએ વધુમાં જણાવ્યું (Municipal Commissioner of Rajkot Amit Arora) હતું કે કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. જ્યારે પોલીસનો પણ આ મામલે સહયોગ લેવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર દ્વારા પશુપાલકોને પોતાના પશુનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને જાહેર રસ્તા ઉપર ઘાસચારો નહીં વેચવાનું જાહેરનામું પણ પાડવામાં આવ્યું છે. જેનો અમલ પણ ચાલુ છે. એવામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો થવાની ઘટના ચલાવી લેવાશે નહીં. કોર્પોરેશનની કાર્યવાહીમાં દખલગીરી કરવામાં આવશે તો ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોMS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી