ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ તોડકાંડ : નિવેદન પ્રક્રિયા પૂર્ણ, તપાસ કમિટી ગમે ત્યારે સોપી શકે છે રિપોર્ટ

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ કર્મીઓના નિવેદન તપાસ કમિટી દ્વારા (Statement Process Manoj Agarwal) લેવામાં આવ્યા છે. જેને લઈને હવે ગમે તે ઘડીએ વિકાસ સહાય સરકાર સમક્ષ સમગ્ર મામલનો રિપોર્ટ રજૂ કરશે.

રાજકોટ તોડકાંડ : નિવેદન પ્રક્રિયા પૂર્ણ, તપાસ કમિટી ગમે ત્યારે રિપોર્ટ સોપશે
રાજકોટ તોડકાંડ : નિવેદન પ્રક્રિયા પૂર્ણ, તપાસ કમિટી ગમે ત્યારે રિપોર્ટ સોપશે

By

Published : Feb 21, 2022, 12:57 PM IST

રાજકોટ: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા લેટર બોમ્બ લખ્યા(MLA Govind Patel Accused Police Commissioner) બાદ પોલીસ કમિશનર વિરુદ્ધ તપાસ કમિટી દ્વારા રચી છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી આ મામલે વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ મામલે નિવેદન પ્રક્રિયા શરૂ છે. જેમાં ફરિયાદી અને જેમના પર આરોપ છે તે તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. હવે ગમે તે ઘડીએ વિકાસ સહાય દ્વારા આ મામલે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.

10 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Police Commissioner Manoj Agarwal in Rajkot) પર સખીયા બંધુઓ દ્વારા 75 લાખ લેવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ગોવિંદ પટેલ દશક લેટર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે સમગ્ર મામલે વિવાદ વધતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તપાસ કમિટી (Investigation Committee Police Commissioner) રચવામાં આવી હતી અને આ તપાસ કમિટી દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ સાક્ષીઓ અને ફરિયાદી સહિતના નિવેદન લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

ગમે ત્યારે રિપોર્ટ સોંપવામાં આવશે

વિકાસ સહાયની અધ્યક્ષતામાં તપાસ કમિટી (Rajkot Investigation Committee) દ્વારા રાજકોટ તેમજ ગાંધીનગર ખાતે નિવેદન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં સખીયા બંદુઓ નિવેદન લેવાયા હતા. જ્યારે સખીયા બંદુઓ પાસે જે પણ પુરાવા હતા. તે તમામ પુરાવા વિકાસ સહાયને (Development Assistance Rajkot) આપવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Statement Process Manoj Agarwal) તેમજ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પી.આઇ. વિરલ ગઢવી સહિતના પોલીસ કર્મીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જેને લઈને હવે ગમે તે ઘડીએ વિકાસ સહાય સરકાર સમક્ષ સમગ્ર મામલનો રિપોર્ટ રજૂ કરશે.

આ પણ વાંચો:રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP

ABOUT THE AUTHOR

...view details