કોંગ્રેસે 50 વર્ષના શાસનમાં સંસદ ભવન માટે કંઈ ન વિચાર્યું રાજકોટ:રાજકોટમાં ગૌ ટેક એક્સ્પો 2023 નું લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના દિગ્ગજોએ હાજરી આપી હતી. તાજેતરમાં જ નવી સંસદ ભવનનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થવાનું છે. જે મામલે વિવિધ વિપક્ષો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
100વર્ષ પહેલા જૂની પાર્લામેન્ટ: મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અગાઉ 50 વર્ષ સુધી ભારતમાં શાસન કરવામાં આવ્યું છે. તે દરમિયાન તેમને સંસદ ભવન માટે કંઈ નવું વિચાર્યું નથી. જ્યારે હાલ વડાપ્રધાન મોદી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે વિપક્ષોએ તેમને સાથ આપવો જોઈએ. 100 વર્ષ પહેલા જૂની પાર્લામેન્ટનું બિલ્ડીંગ કોંગ્રેસે બનાવ્યું હતું. જેના કારણે કોંગ્રેસ જૂની પાર્લામેન્ટની બિલ્ડિંગના વખાણ કરી રહી છે. જ્યારે હું ચાર વખત અમરેલી જિલ્લાની જનતાના પ્રેમના કારણે પાર્લામેન્ટની બિલ્ડીંગમાં બેઠો છું.
નવી પાર્લામેન્ટ સુવિધા યુક્ત: જે જૂની બિલ્ડિંગમાં પગ રાખવા માટે જગ્યા ન હોય, તેવી સાંકડી જગ્યા હતી. એના બદલે જ્યારે નવી પાર્લામેન્ટ બિલ્ડીંગ સુવિધા યુક્ત આધુનિક સાધનો સાથે બનાવવામાં આવી છે. જે પાર્લામેન્ટ બિલ્ડીંગને આવકારવી જોઈએ. એના બદલે નવી પાર્લામેન્ટ બિલ્ડીંગના ઉદઘાટનનો વિવાદ યોગ્ય નથી. જ્યારે આ દેશના સર્વોચ્ચ નાગરિક એવા જેના મગજમાં દર વખતે દેશ માટે કંઈક નવું બનાવવાનો વિચાર આવતો હોય છે.
"નવી પાર્લામેન્ટ બનાવવામાં આવી છે. ત્યારે આ દેશની આઝાદીના 75 વર્ષ થયા અને કોંગ્રેસ આ દેશમાં 50 વર્ષ સુધી શાસન કર્યું છે. આ 50 વર્ષમાં કોંગ્રેસ દ્વારા પાર્લામેન્ટ માટે કંઈક વિચારવું જોઈતું હતું"--દિલીપ સંઘાણી (ચેરમેન, ઇફકો)
વિપક્ષ પર આક્ષેપો: બંધારણની રીતે વિપક્ષ પદ નાબૂદ થાય તેવી સ્થિતિ દિલીપ સંઘાણીએ વિપક્ષો પર વધુ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જ્યારે દેશના તમામ વિરોધ પક્ષો દ્વારા દેશની રાષ્ટ્રીયતા માટે અથવા દેશમાં કંઈક નવું થતું હોય ત્યારે તેની સાથે રચનાત્મક અભિગમથી રહેવું જોઈએ તો જ સાચો વિરોધ પક્ષ કહેવાય. વિરોધ પક્ષના આવા અભિગમને કારણે જનતા પણ તેમને ઓળખી ગઈ છે. એવામાં કેટલીક જગ્યાએ બંધારણની રીતે વિરોધ પક્ષનું સ્થાન પણ ન મળે તેવી સ્થિતિમાં દેશમાં જોવા મળી રહી છે. વિવાદના બદલે અથવા તો જો વિવાદ સાચો જ હોય તો કોંગ્રેસ જાહેર કરે અમે પાર્લામેન્ટમાં નહિ જઈએ. જ્યારે પોલિટિકલી રીતે મીડિયામાં દેશના લોકોને ભ્રમિત કરવાનું કામ વિપક્ષ કરે છે. નવી સંસદ બિલ્ડીંગનું લોકાર્પણ મામલે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ઇફકોના ચેરમેન અને પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી દ્વારા વિપક્ષો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
- Rajkot AIIMS : રાજકોટ એઇમ્સનું 60 ટકા બાંધકામ પૂર્ણ, કામ પૂર્ણ થવા વિશે મળી જાણકારી
- Rajkot News : રાજકોટ જામનગર હાઇવે પર જીવલેણ અકસ્માત, ચાર લોકોના મોત
- Rajkot Airport Security: પીધેલાની ધમાલ, રોડના બદલે રનવે પર રીક્ષા દોડાવી દીધી