રાજકોટ:હાલ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના રાજ્યના મેટ્રો શહેરમાં તેમનો દરબાર યોજાવવાનો છે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યાદ કર્યા હતા. આ બાબતે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મોરારીબાપુએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, તે તેમનો મારા પ્રત્યેનો સદભાવ છે. એક સંતે બીજા સંત અંગે આપેલા આ નિવેદનથી ભક્તોમાં પણ ખુશી છવાઈ હતી.
આજનો દિવસ ઐતિહાસિક:આજે દિલ્હીમાં નવા સંસદ ભવનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મામલે પણ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી હતી. મોરારીબાપુએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. પ્રધાનમંત્રીના કરકમલો દ્વારા નવા સંસદ ભવનની લોકાર્પણ થયું છે આ નવા લોકાર્પણ અંગે પણ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ આજે દેશભરમાં ખુશીનો માહોલ લાવ્યું છે. જોકે આ સમયે પણ લોકાર્પણને લઈને અનેક વાદ વિવાદ ચાલી રહ્યા છે. રાજકોટ શહેરમાં કથાકાર મોરારીબાપુ દ્વારા આપવામાં આવેલું નિવેદન પણ ઘણું સૂચક હોવાનું જાણકારો માની રહ્યા છે.