રાજકોટઃપાકિસ્તાનથી રાજકોટ આવીને વસી ગયેલા 13 લોકોને ભારતીયતા મળી ગઈ છે. રાજકોટની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ આ પ્રમાણપત્ર એમને આપી શુભેચ્છાઓ આપી છે. આ સાથે એમને લાગણીસભર આવકારો પણ આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાને ભારત સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. ભારત તેમજ ગુજરાત સરકાર પાકિસ્તાનથી સ્થળાંતર કરી ગુજરાત આવેલા લોકોને આ સોસાયટીઓના મુખ્ય વહેણ સાથે જોડે છે. આ સરકારનો મોટો પ્રયાસ છે.
ભારતીય નાગરિકતા પત્ર એનાયતઃરાજકોટમાં રહેતા 13 વ્યક્તિઓને ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ "કેમ છો બધા" કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે. એવું કહીને સરકાર તરફી વાત કહી હતી.
આ વિસ્તારમાં રહે છેઃ રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં પાકિસ્તાનમાંથી વર્ષો પહેલા આવેલા લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા હવે ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરવામાં આવી રહી છે જેને લઈને આજે રાજકોટમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 13 જેટલા પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં રહેતા ભવાન વાપીએ પણ પ્રધાન સમક્ષ પોતાની અભિવ્યક્તિ કરી હતી.