ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં લોકડાઉનમાં ધંધો ના ચાલતા, કુટણનખાનાનો ધંધો કર્યો શરૂ - રાજકોટ સમાચાર

રાજકોટમાં આસત્યનારાયણ પાર્કમાં રહેતો એક વ્યક્તિ દુકાન ચલાવતો હતો. પરંતુ લોકડાઉન બાદ ધંધામા મંદી હોવાથી કુટણખાનાનો ધંધો શરૂ કર્યો હતો. આ અંગેની જાણ રાજકોટ પોલીસને થતા ડમી ગ્રાહક મોકલી રેડ પાડી હતી.

રાજકોટમાં લોકડાઉના કપરા સમયમાં ધંધો ના ચાલતા, કુટણનખાનાનો ધંધો કર્યો શરૂ
રાજકોટમાં લોકડાઉના કપરા સમયમાં ધંધો ના ચાલતા, કુટણનખાનાનો ધંધો કર્યો શરૂ

By

Published : Jan 9, 2021, 7:43 PM IST

  • ધંધામા મંદી હોવાથી કુટણખાનાનો ધંધો શરૂ કર્યો
  • રાજકોટ પોલીસને જાણ થતા ડમી ગ્રાહક મોકલી રેડ પાડી
  • પોલીસે પારસની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

રાજકોટ : શહેરમાં આસત્યનારાયણ પાર્કમાં રહેતો એક વ્યક્તિ દુકાન ચલાવતો હતો. પરંતુ લોકડાઉન બાદ ધંધામા મંદી હોવાથી કુટણખાનાનો ધંધો શરૂ કર્યો હતો. આ અંગેની જાણ રાજકોટ પોલીસને થતા ડમી ગ્રાહક મોકલી રેડ પાડી હતી.

હોટલનો રૂમ બૂક કરાવી ચલાવતો ગોરખધંધો

શહેરના માલવીયા ચોકમાં આવેલા પ્રમુખ સ્વામી આર્કેડમાં નવમાં માળે આવેલી હોટલ તિલકમાં ગોરખધંધા ચાલતા હતા. જેમાં પારસ 10 હજાર રૂપિયા લેતો અને 5 હજાર પોતે રાખી બીજા 5 હજાર રૂપલલનાએ આપતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે પારસની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગ્રાહક પાસેથી 10 હજાર રૂપિયા લઇ અડધી રકમ પોતે રાખતો

રાજકોટ પોલીસ વધુ તપાસ કરતા આરોપીએ ગ્રાહક સાથે 10 હજારમાં વાત નક્કી કરતો હતો. જેમાંથી પાંચ હજાર તે પોતાની પાસે જ્યારે અડધી રકમ રૂપલલનાને આપતો હતો. આ શખ્સની શાપરમાં કરીયાણાની દુકાન આવેલી છે. પરંતુ લોકડાઉના કપરા સમય ધંધો નહીં ચાલતા દેહવેપારનો ધંધો શરૂ કર્યો હતો. આરોપી ત્રણેક માસથી આ કારસ્તાન આચરતો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 10 હજાર રોકડા અને 4 મોબાઈલ કબ્જે કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details