ગુજરાત

gujarat

ETV Bharat / state

લે દારૂ લે દારૂ : રાજકોટમાં દારૂ લેવા માટે પડાપડી જૂઓ વિડીયો - liquor Video viral in Rajkot

રાજકોટના શહેરના યાજ્ઞિક રોડ પર કોઈનો દારૂ ભરેલો થેલો (liquor bag Video in Rajkot) પડી જતા લોકોએ પડાપડી કરી હતી. દારૂ લેવા માટે લોકોએ કરેલી પડાપડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, દારૂ ભરેલા આ થેલાના માલિકને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. (Rajkot Crime News)

લે દારૂ લે દારૂ : રાજકોટમાં દારૂ લેવા માટે પડાપડી જૂઓ વિડીયો
લે દારૂ લે દારૂ : રાજકોટમાં દારૂ લેવા માટે પડાપડી જૂઓ વિડીયો

By

Published : Dec 12, 2022, 7:39 PM IST

રાજકોટમાં જાહેરમાં દારૂ લેવા માટે પડાપડીનો વિડીયો વાયરલ થતા ચકચાર

રાજકોટ :રાજકોટના યાજ્ઞિક રોડ પર એક બિનવારસી બેગમાંથી લોકોએ વિદેશી દારૂની (liquor Video viral in Rajkot) બોટલો લેવા માટે પડાપડી કરી હતી. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાજકોટના પોસ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવતા તાત્કાલિક પોલીસ દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા હતા અને આ બિનવારસી થેલો જેનો હતો. તે એસટીના ડ્રાઇવરની ધરપકડ કરી છે. જ્યારે લોકો રસ્તા પર દારૂ લેવા માટે પડાપડી કરતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. (liquor bag Video in Rajkot)

દારૂ લેવા માટે લોકોની પડાપડીરાજકોટના યાજ્ઞિક રોડ વિસ્તારમાં એક બિનવારસી થેલો લોકોના હાથમાં લાગ્યો હતો. જેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો હતી. જોકે બિનવારસી થેલો હોય તેને લઈને રાહદારીઓએ આ થેલામાંથી જે હાથમાં આવી તે દારૂની બોટલો લઈને ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે લોકો જાહેરમાં જ વિદેશી દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી રહ્યા છે. (yagnik road liquor Bag)

પોલીસે STના ડ્રાઇવરની કરી ધરપકડયાજ્ઞિક રોડ ઉપર દારૂ ભરેલી બેગ મૂકી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રહેતો STનો ડ્રાઇવર અલ્તાફ આ વિદેશી દારૂ ભરેલી બેગ અહીંયા મૂકીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે રાજસ્થાન ખાતેથી આ વિદેશી દારૂ લઈને આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે રાજકોટમાં દારૂ લેવાં માટે પડાપડીનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય પણ બન્યો છે. (Rajkot Crime News)

ABOUT THE AUTHOR

...view details