રાજકોટસલામત સવારી એસટી અમારીના સૂત્ર સાથે ચાલતી ST બસને રાજકોટના ઉપલેટામાં સવારે જ અકસ્માત (ST Bus accident at Khakhi jalia) નડ્યો હતો. તેના કારણે પ્રવાસીઓના જીવ જોખમમાં (ST bus tourist problem in Rajkot) મુકાઈ ગયા હતા. અહીં એક પૂલ પર ST બસના ડ્રાઈવરે બસ રિવર્સ લેતી વખતે દિવાલ તોડી નાખી હતી. ત્યારબાદ આ બસ પૂલ પર લટકી જતાં બસ નીચે પડતાં પડતાં રહી ગઈ હતી. એટલે બસમાં બેઠેલા પ્રવાસીઓએ બૂમાબૂમ કરી મુકી હતી.
વહેલી સવાર થઈ ઘટના ઉપલેટામાં વહેલી સવારે ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ તેમ જ અન્ય પ્રવાસીઓને (ST bus tourist problem in Rajkot) લઈને ST બસ ઉપલેટા તરફ આવી રહી હતી, તે દરમિયાન સવારે સાત વાગ્યાની આસપાસ બસ ઉપલેટા ખાતે આવી પહોંચતા ખાખી જાળીયા રોડ (Khakhi jalia road rajkot) પરના પુલ પર આવી પહોંચી હતી ત્યારે સામેથી ટ્રક આવ્યો હતો જે બાદ બંને વાહનો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ હોવાને લઈને ST બસના ડ્રાઈવરે બસને રિવર્સ લીધી હતી. તે દરમિયાન કંડક્ટરે ધ્યાન ન દેતા આ બસે પૂલ પરની દિવાલ તોડી નાખી હતી. ત્યારબાદ બસ પૂલ પરથી નીચે ખાબકતા બચી ગઈ હતી. જેમાં ડ્રાઈવરે અને કંડક્ટરે જોયા વગર બસને રિવર્સ જવા દીધી હોવાનું બસમાં સવાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.