ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના વિરપુર ઓવરબ્રિજ પર SSCની ઉત્તરવહી રઝળતી મળી, શિક્ષણ પ્રધાને તપાસના આદેશ આપ્યાં - વિરપુર ઓવરબ્રિજ પર SSCની ઉત્તરવહી રઝળતી મળી

રાજકોટના વિરપુર ઓવરબ્રિજ પર ધોરણ-10ની લેવાયેલ પરીક્ષાની ઉત્તરવહી હાઇવે પર રઝળતી જોવા મળી. આ પેપરો જોતા તેની સીરીઝ A1 છે. જે મહેસાણા જિલ્લાના પેપરો હોવાનું જણાવ્યું હતું. આ મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

North
વિરપુર

By

Published : Mar 18, 2020, 10:13 AM IST

Updated : Mar 18, 2020, 10:35 AM IST

રાજકોટ: આખું વર્ષ દિવસ રાત ઉજાગરા કરી વાંચન કરીને વિદ્યાર્થીઓ પોતાના ભાવિનું ઘડતર કરતા હોય તે SSC બોર્ડની પરીક્ષાના પેપરો આજે જેતપુર વીરપુર નેશનલ હાઈ-વે પર રસ્તે રઝળતા મળી આવ્યા હતા. જેમાં વીરપુરના શિક્ષક દ્વારા વાત કરતા જણાવેલ કે, બોર્ડ દ્વારા ચાલુ વર્ષે વિરપુરની પેપર ચેકિંગનું મધ્યસ્થ કેન્દ્ર ફાળવ્યું છે. જેથી આજે સવારે SSG બોર્ડના પેપરો ચકાસણી માટે આવવાના હતા.

રાજકોટના વિરપુર ઓવરબ્રિજ પર SSCની ઉત્તરવહી રઝળતી મળી, શિક્ષણ પ્રધાને તપાસના આદેશ આપ્યાં

આ પેપરો જોતા તેની સીરીઝ A1 છે. આ મહેસાણા જિલ્લાના પેપરો હોવાનું સામે આવ્યું છે. પેપરો રસ્તે રઝળતા કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે આવી રીતે ચેડા થતા હોવાનું નજરે પડ્યું છે.

Last Updated : Mar 18, 2020, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details