રાજકોટ :રાજ્યમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો, રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા પરિણામ જાહેર થયું છે. જેને લઇને વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કુલ 38,700 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 843 જેટલા વિદ્યાર્થીઓને A1ગ્રેડ મળ્યો છે, જ્યારે A2 ગ્રેડની વાત કરવામાં આવેતો 4329 વિદ્યાર્થીઓને મળ્યો છે. રાજકોટની ધોળકિયા સ્કૂલના 5 જેટલા વિદ્યાર્થીઓને 99.99 પીઆર આવ્યા છે. તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બોર્ડમાં ધાર્યું એવું પરિણામ મળતા અને વિદ્યાર્થીઓ પાસ થઈ જતા તેમને સ્કૂલમાં ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
ધોળકિયા સ્કૂલના 5 વિદ્યાર્થીઓને 99.99 પીઆર આવ્યા :રાજકોટની ધોળકિયા અભ્યાસ કરતા ધોરણ 10માં બોર્ડમાં રુદ્રગામી નામના વિદ્યાર્થીને 99.99 પીઆર આવ્યા છે, ત્યારે તેના માતા પિતામાં ખુશી જોવા મળી રહી છે. રુદ્રના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે અને રાજકોટમાં ભાડાના મકાનમાં રહે છે. એવામાં તેને 99.99 પી આર આવતા સ્કૂલ તંત્રમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.
મારે 99.99 પીઆર આવ્યા છે. જ્યારે સ્કૂલમાંથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હતી, ત્યારે સ્કૂલમાં દરરોજ એક્ઝામ લેવામાં આવતી હતી અને હું દરરોજ આ એક્ઝામ આપતો અને ડેઇલી વર્ક મારું રહેતું હતું. જ્યારે મારા પિતા જમીન મકાન લે વેચમાં ઓફિસમાં નોકરી કરે છે. મને સ્કૂલમાં જે ડેલી હોમવર્ક આપતા હતા. તેનું ઘરે વાંચન કરતો હતો જેના કારણે જ મને સારા પર્સન્ટેજ મળ્યા છે. - રુદ્ર ગામી (વિદ્યાર્થી)