જસદણ ખાતે ચીતલીયા રોડ ઉપર 21.33 કરોડના ખર્ચે જસદણ શહેરની ભૂગર્ભ ગટર યોજનાના ભાગ-2 નું ખાતમુહુર્ત કરતા સમયે કુંવરજી બાવળીયાનાએ જાહેરાત કરી હતી કે જસદણમાં ઇન્ડોર આઉટડોર રમતો માટેનું 9 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવશે. તેમજ મુંગા પશુધનની સારવાર અર્થે અધ્યતન સારવાર સાધનો સાથેનું પશુ દવાખાનું બનાવવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા રાજયમાં તાલુકા કક્ષાએ 1965 ટોલ ફ્રી નંબરની પશુ સારવાર માટે એબ્યુલન્સ સેવા શરૂ કરાશે. તેમજ પશુ નરીક્ષકોની ખાલી જગ્યઓ ભરવામાં આવશે.
જસદણમાં 9 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ અને પશુ દવાખાનું થશે તૈયાર - KUVARJI BAVALIYA
રાજકોટ: રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે આગામી સમયમાં જસદણમાં રમતો માટેનું 9 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવશે તેમજ પશુધનની સારવાર અર્થે પશુ દવાખાનું બનાવવામાં આવશે.
જસદણમાં રૂ. 9 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ અને પશુ દવાખાનું થશે તૈયાર-બાવળીયા
બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં બાકી રહેતા વિસ્તારોને આવરી લેતી 10 કિ.મી સુઅર કલેકટીંગ સીસ્ટમ, મેન હોલ, હાઉસ કનેકશન ચેમ્બર્સ અને 8.30 એમ.એલ.ડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન છે.