ગુજરાત

gujarat

ETV Bharat / state

પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે વિશેષ ટ્રેન - rajkot letest news

રાજકોટઃ જૂનાગઢમાં 7 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી યોજાનાર પરિક્રમાના મેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે મંડળ દ્વારા વિષેશ ટ્રેન દોડવાશે. રાજકોટ - જૂનાગઢ - રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડવાશે.

પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન

By

Published : Oct 25, 2019, 12:49 PM IST

જૂનાગઢ તરફ જતી અન્ય ટ્રેનમાં પણ વધારાના કોચ લગાડવામાં આવશે. આગામી 05,06,08,09,10 અને 12 નવેમ્બરે રાજકોટથી 17.10 વાગ્યે જૂનાગઢ જવા માટે ટ્રેન મળશે. ત્યારબાદ આ ટ્રેન 20.00 વાગે જૂનાગઢ પહોંચશે અને ત્યાંથી 21.20વાગ્યે ફરી રાજકોટ આવવા માટે નીકળશે અને 23.40 સુધીમાં ફરી રાજકોટ પહોંચાડશે. જે દરમિયાન વચ્ચે આવતા કેટલાક સ્ટેશન પર ટ્રેન વિશેષ ટ્રેન ઉભી રહેશે. ઉલ્લેખનીય છે. પશ્ચિમ રેલવે મંડળ દ્વારા દર વર્ષે પરિક્રમાના મેળા દરમિયાન વિશેષ ટ્રેન દોડવાઈ છે.

પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ- જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન

ABOUT THE AUTHOR

...view details