ગુજરાત

gujarat

ETV Bharat / state

દુષ્કર્મના આરોપી ચંદુને દસ વર્ષની સજા ફરમાવી ધોરાજી કોર્ટે - POCSO Act case in Dhoraji

સુરતથી ધોરાજી સગીર યુવતી સગાના ઘેર આવીને કોઈ ચંદુ નામના શખ્સ સાથે ભાગી જતા મામલો કોર્ટે પહોચ્યો હતો. જેને લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર શર્માએ (rape case in Dhoraji) મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે (special court) આરોપીને દસ વર્ષની સખત સજા તેમજ દંડ અને ભોગ બનનારને વળતર આપવાનો ચુકાદો આપેલો છે. (Rajkot Crime News)

દુષ્કર્મના આરોપી ચંદુને દસ વર્ષની સજા ફરમાવી ધોરાજી કોર્ટે
દુષ્કર્મના આરોપી ચંદુને દસ વર્ષની સજા ફરમાવી ધોરાજી કોર્ટે

By

Published : Dec 16, 2022, 5:13 PM IST

ધોરાજી દુષ્કર્મના કેસમાં આરોપી સંજય ઉર્ફે ચંદુને દસ વર્ષની સજા ફરમાવતી સ્પેશિયલ કોર્ટ

રાજકોટ : રાજકોટના ધોરાજીમાં મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર શર્માએ દુષ્કર્મના કેસનો અંદર (rape case in Dhoraji) ચુકાદો આપેલો છે. આરોપી સંજય ઉર્ફે ચંદુને દસ વર્ષની સખત સજા તેમજ રૂપિયા 10,000 દંડ અને ભોગ બનનારને 4,00,000 વળતર આપવાનો ચુકાદો આપેલો છે. (Additional District and Sessions)

શું હતો સમગ્ર મામલો મળતી વિગતો અનુસાર ભોગ બનનાર સુરતથી ધોરાજી પોતાના સગાના ઘેર આવેલા હતા અને જન્માષ્ટમી 2020ના અરસામાં પોતાના સગાના ઘરેથી રાત્રે જાતે નીકળી અને આરોપી સાથે ભાગી ગયેલા હતા. આ કેસમાં આરોપી સાથે પ્રથમ તે સોમનાથ ગયેલી હતી અને ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ત્યાં પોતાનો પરિચય પતિ અને પત્ની તરીકે આપેલો અને ત્યાં હોટલનું ભાડું રૂપિયા 1000 ભોગ બનનારે ચૂકવેલું હતું. (special court)

ભોગ બનનાર વ્યક્તિની ઉંમર ઓછી ત્યારબાદ ત્યાંથી દ્વારકા રોકાવા ગયેલા હતા જેમાં દ્વારકામાં હોટલમાં ઉંમર અંગે પ્રશ્ન થશે તેવું માની અને આ ભોગ બનનાર તેમજ આરોપી પોતાની રીતે કોઈ એક ખાનગી રૂમ ભાડે રાખેલો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ બાંધ્યો હતો. ભોગ બનનાર જ્યારે ઘરેથી ભાગી ગયેલી હોય ત્યારે તેની ઉંમર 17 વર્ષ 11 માસ અને અમુક દીવસો હતી. જેથી આ ભોગ બનનારની જુબાની દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા તપાસ માંગેલી હતી જે નામદાર અદાલતે મંજુર કરેલી હતી. (court sentenced rape accused In Dhoraji)

આ પણ વાંચોઅમરેલીના માંડળ ગામે થયેલા દુષ્કર્મ મામલે સુરતમાં આહીર સમાજની રજૂઆત

સરકારી વકીલ તરફથી દલીલ આ તપાસમાં ભોગ બનનાર સાથે 18 વર્ષની ઉંમરમાં ચાર દિવસ ઘટતા હતા, ત્યારે આરોપીએ તેની સાથે શરીર સંભોગ બાંધેલ હોવાનું નિશાન પણ પુરવાર કરવામાં આવેલું હતું, ત્યારબાદ તપાસ કરનાર અધિકારી હુકુમતસિંહ જાડેજા અને ડોક્ટર પ્રાંજલ રાજાણીના પુરાવાને ધ્યાને લઈ અને સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી હતી. આરોપીએ 18 વર્ષથી નાની વયની દીકરી સાથે શરીર સંબંધ બાંધેલો છે, ત્યારે 18 વર્ષમાં ચાર દિવસ ઘટતા હોય તો પણ ભોગ બનનાર શરીર સંબંધની સંમતિ આપવા માટે સક્ષમ ન ગણી શકાય તેવું જણાવેલ હતું. (POCSO Act case in Dhoraji)

આ પણ વાંચો 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની થઈ ધરપકડ, ન્યાયની માંગણી માટે લોકો આવ્યા રોડ પર

સ્પેશિયલ કોર્ટનો ચુકાદો આ કેસમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલને ધ્યાને લઈને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર એમ. શર્મા દ્વારા આરોપી સંજય ઉર્ફે ચંદુને ભારતીય દંડ સંહિતાની કલમ 376(1) તેમજ પોક્સો એક્ટની કલમ ચાર મુજબ તકસીરવાન ઠરાવેલ હતા, જ્યારે ભોગ બનનાર પોતાની મરજીથી નીકળેલા હોય જેને લઈને ભારતીય દંડ સંહિતા કલમ 363 અને 366 તથા 376-2 (એન) સાબિત ન થયેલી માનેલી હતી. તેમજ આરોપીને 10 વર્ષની સખત સજા, રૂપિયા 10,000 દંડ ફટકારી હતી. આ સાથે ભોગ બનનારને ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખ વિકટીમ કંપેન્સેશન સ્કીમ હેઠળ ચૂકવવા માટેનો આદેશ ફરમાવ્યો હતો. (Dhoraji Crime News)

ABOUT THE AUTHOR

...view details