- રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા મનપાની કાર્યવાહી
- ETV BHARAT દ્વારા મેયર સાથે ખાસ વાતચીત
- 7 જગ્યાએ કોરોના ટેસ્ટ માટે બુથ ઉભા કરાયા
Exclusive: રાજકોટમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા મનપાની કાર્યવાહી અંગે મેયર સાથે ખાસ વાતચીત - Rajkot Mayor
ગુજરાતમાં દિવાળી પર્વ બાદ એકાએક કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે પ્રથમ અમદાવાદ, ત્યારબાદ બરોડા, સુરત અને રાજકોટ જેવા ચાર મહાનગરોમા રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. જેનો હાલમાં ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપાની કામગીરીને લઈને ETV BHARAT દ્વારા આ અંગે રાજકોટમાં મેયર બીનાબેન આચાર્ય સાથે ખાસ વાતચીત કરવા આવી હતી.
રાજકોટ: ગુજરાતમાં દિવાળી પર્વ બાદ એકાએક કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે પ્રથમ અમદાવાદ, ત્યારબાદ બરોડા, સુરત અને રાજકોટ જેવા ચાર મહાનગરોમા રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે. જેનો હાલમાં ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી મોટાભાગના સૌરાષ્ટ્રના લોકો અહીં કોઈને કોઈ કામ માટે આવતા જતા હોય છે. ત્યારે રાજકોટ મનપાની કામગીરીને લઈને ETV BHARAT દ્વારા આ અંગે રાજકોટમાં મેયર બીનાબેન આચાર્ય સાથે ખાસ વાતચીત કરવા આવી હતી.
રાજકોટમાં 7 જગ્યાએ કોરોના ટેસ્ટ માટે બુથ ઉભા કરાયા
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે અલગ અલગ 7 જગ્યાએ જ્યાં સૌથી વધુ ભીડ હોય અને લોકોની અવર જવર હોય તેવી 7 જગ્યાએ કોરોના ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેનો શહેરીજનો દ્વારા હાલ મોટા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જ્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલચોકડી જે એન્ટ્રી પોઇન્ટ છે, ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને જો તે પોઝિટિવ આવે તો તેની સમયસર સારવાર થઈ શકે અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે.