ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પ્રાણીઓ અને પશુઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

હાલ રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે માણસો તો કોઈ ને કોઈ રીતે ઠંડીથી બચવાના ઉપાયો કરી લેતા હોય છે પરંતુ શું આપ જાણો છો કે શિયાળાની ઋતુમાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવતા પ્રાણીઓની કયા પ્રકારે સાર સંભાળ રાખવામાં આવે છે.

By

Published : Dec 28, 2020, 12:51 PM IST

cx
cx

  • પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઠંડીમાં પ્રાણીઓ અને પશુઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
  • રાજકોટ શહેરનું ન્યૂનતમ તાપમાન 10.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
  • ઠંડીની સીઝનમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 10 ટકા જેવો વધારો નોંધાયો

રાજકોટઃ ચાલુ શિયાળાની ઋતુમાં રાજકોટ શહેરનું ન્યૂનતમ તાપમાન 10.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારે ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરતા ઓઢતા હોય છે. કેટલાક લોકો તાપણું કરતા હોય છે તો કેટલાક લોકો હીટરનો સહારો લેતા હોય છે. ત્યારે રાજકોટ શહેરના લાલપરી તળાવ નજીક આવેલા પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે શિયાળાની કડકડતી ઠંડીથી બચવા કરવામાં આવી રહ્યા છે અનેક ઉપાયો.

પક્ષીઓને બચાવવા માટે ઝૂમાં ખાસ વ્યવસ્થા

પ્રદ્યુમન પાર્કના અધિકારી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. આવામાં હાથ થીજાવતી ઠંડીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ખોરાકમાં 10 ટકા જેવો વધારો નોંધાયો

ઠંડીની સીઝનમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 10 ટકા જેવો વધારો નોંધાયો છે. પ્રધ્યુમન પાર્ક ઝુમાં 54 જાતિના 450 થી વધુ પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરે છે. તેમાં દરેક પ્રાણીઓને અલગ અલગ પ્રકારનો ખોરાક આપવામાં આવતો હોય છે. સિંહ, વાઘ, દિપડા જેવા પ્રાણીઓને ઠંડીમાં નાઈટ સેલ્ટરમાં રાખી ત્યાં ખોરાક પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details