- રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર
- સમરસ હોસ્ટેલમાં સાઉન્ડ સિસ્ટમ ફીટ કરવામાં આવી
- કોરોનાગ્રસ્તોને સંગીત થેરાપી આપવામાં આવે છે
રાજકોટ: હાલના સાંપ્રત કોવિડ-19 મહામારીના સમયમાં કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર અવીરત વહેતો રહે અને જલ્દીથી કોરોનામુકત બની સ્વગૃહે પરત ફરે તે એક માત્ર ઉદેશ સાથે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ ઓક્સિજનની સુવિધા સાથે અદ્યતન સવલતોવાળી સરકારી અને ખાનગી હોસ્પીટલો તૈયાર કરાઇ રહી છે. આ કામગીરીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સમરસ હોસ્ટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પીટલમાં દાખલ થયેલા કોરોના દર્દીઓમાં હકારાત્મક વિચારો દર્શાવતા પૂસ્તકોનું વાંચન, મ્યુઝિક થેરાપી જેવા અનેક ઉપાયો પ્રયોજાઇ રહ્યાં છે. આ કાર્યમાં વહીવટીતંત્રને સમાજસેવી સંસ્થાઓ અને સ્થાનિક ઉદ્યોગગૃહોનો પણ સાથ મળી રહ્યો છે.
6.5 લાખ રૂપિયાના ખર્ચે કોવિડ કેર સેન્ટર ખાતે સાઉન્ડ સિસ્ટમ ફીટ કરાઇ આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો તણાવ દૂર કરવા મ્યુઝિક થેરાપી અપાઇ
6.5 લાખ રૂપિયાના ખર્ચે કોવિડ કેર સેન્ટર ખાતે સાઉન્ડ સિસ્ટમ ફીટ કરાઇ
રાજકોટ સ્થિત શક્તિમાન ગ્રૃપના એલ. સી. ગોહિલ મેમોરીયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી હસમુખસિંહ ગોહિલે 6.5 લાખના ખર્ચે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર ખાતે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ફીટ કરાવી આપી છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી નવ માળની બિલ્ડીંગમાં દર્દીઓની દેખરેખ, કોમ્યુનીકેશન તથા મ્યુઝિક થેરાપી જેવી કામગીરી સુપેરે નિભાવી શકાશે. હસમુખસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હાલના કપરા કાળમાં ઉદ્યોગગૃહોએ પણ સામાજીક જવાબદારી સ્વીકારી રાજય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને કોરોના સામેના જંગમાં મજબુત ટેકો આપવા યથાશક્તિ યોગદાન આપવું જોઇએ.
આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીને મળ્યો સારો પ્રતિસાદ, વધોડીયાના 75 વર્ષીય દર્દી થયા ખુશ
દર્દીઓને સંગીત થેરાપી, ભજનો સંભળાવવામાં આવે છે
આ સિસ્ટમ દ્વારા હાલ દર્દીઓનું માસ કાઉન્સિલીંગ કરી તેમને માનસીક સાધિયારો આપવામાં આવે છે. આ ઉપરાંત ડોક્ટરો, નર્સો તથા એટેન્ડન્ટ સ્ટાફને જરૂરી સૂચના આપવામાં આવે છે તથા સવાર સાંજ દર્દીઓને સંગીત થેરાપી, ભજનો, ધાર્મિક પ્રવચનો વગેરે સંભળાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રએ આ સાઉન્ડ સીસ્ટમ ઉપલબ્ધ કરાવવા બદલ એલ. સી. ગોહિલનો આભાર માન્યો છે. દાતા સંસ્થાના મેનેજર પી.ગુનાકર રાવે પણ સમાજને ઉપયોગી થવાની તક આપવા બદલ ખુશી વ્યકત કરી હતી.