ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - Naimish dhaduk tested Corona positive

સમગ્ર રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ કોરોના કહેર યથાવત રહેતા પોરબંદરના સાંસદ અને ગોંડલ ખાતે રહેતા રમેશ ધડુકના પુત્ર નૈમીષ ધડુક પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નૈમીષ ધડુક સહિત 7 લોકો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ: ગોંડલ-પોરબંદર સાંસદના પુત્ર નૈમીષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ: ગોંડલ-પોરબંદર સાંસદના પુત્ર નૈમીષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

By

Published : Aug 16, 2020, 10:28 PM IST

રાજકોટ: જિલ્લાના ગોંડલમાં ગત અઠવાડિયે શહેરના કૈલાશબાગમાં પોરબંદર સાંસદના ઘરે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અનલૉક પાર્ટ-3ની ગાઇડ લાઇન્સનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું. 50 લોકોની જ પરવાનગી હોવા છતાં 50 કરતા વધુ માણસો ભેગા થયા હતા. તેમ છતાં સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા. સાંસદ રમેશભાઈ ધડુકે પોતાના પૌત્રને કાનુડો બનાવ્યો હતો. પૌત્રના જન્મ બાદ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ: પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર નૈમીષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગોંડલ નગરપાલિકા સભ્ય યતિષભાઈ દેસાઈ દ્વારા સાંસદ રમેશભાઈ ધડુકના ઘરે જન્માષ્ટમી પર્વની ઉજવણીની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો અને કલાકારો હાજર રહ્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. આ ઉત્સવમાં સાંસદ પુત્ર લોકોની વચ્ચે હાજર રહ્યા હતા ત્યારે શું નીતિ નિયમો સાંસદના ઘરે લાગુ ન પડે તેવા પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details