ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ગામ પાસે કારખાનાની ઓરડીમાં પુત્રએ પિતાને જમીન પર પછાડી હત્યા કરી હતી. આ ઘટનાની જાણ તાલુકા પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.મળતી માહીતી મુજબ, ભરૂડી પાસે આવેલા શીતલ મેટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના રેહવાસી પ્રવીણભાઈ મૂળજીભાઈ પટેલ (કોળી) અને તેના એકના એક પુત્ર અજય વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી થઇ હતી. જેમાં અજયે પિતા પ્રવિણભાઈને જમીન પર પછાડતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ધોર કળિયુગ! રાજકોટમાં નજીવી બાબતે પુત્રએ કરી પિતાની હત્યા - પુત્રે પિતાની હત્યા
રાજકોટ : ગોંડલના ભરૂડી ગામે પુત્રે પિતાની હત્યા કરવાના સમાચાર સામે આવ્યા હતા.બનાવમાં પુત્રને વલસાડ જવું હતું પરંતુ પિતાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી પુત્રે રોષમાં આવીને પિતાની હત્યા કરી હતી.

જે બાદ ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વૃદ્ધના મૃતદેહને પોસ્ટમાર્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રવિણભાઈનો પુત્ર અજય શનિવારે જ ભરૂડી આવ્યો હતો અને તેને ફરી વલસાડ જવું હોય પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. પ્રવીણભાઈ એ અજયના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખતા તે આવેશમાં આવી ગયો હતો અને આ ઝઘડામાં પુત્રના હાથે પિતાની નિર્મમ હત્યા થવા પામી હતી. પ્રવીણભાઈ ને સંતાનમાં અજય ઉપરાંત બે દીકરીઓ પણ હોય જેમાંથી એક દીકરી વલસાડ સાસરે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.