ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી ધરપકડ - Near Chunarwala Chowk

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુત્રએ જ પિતાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી મુજબ શહેરના ચુનારવાળા ચોક નજીક શિવાજીનગર 20માં રહેતા રાજુભાઇ મકવાણાના પુત્ર રોહિત ઉર્ફ મથારાએ છરીના ઘા મારીને તેની હત્યા નિપજાવી છે.

son killed HIS father
રાજકોટમાં પુત્રના હાથે પિતાની હત્યા

By

Published : Oct 7, 2020, 10:55 PM IST

રાજકોટઃ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુત્રએ જ પિતાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી મુજબ શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ચુનારવાળા ચોક નજીક શિવાજીનગર 20માં રહેતા રાજુભાઇ મકવાણાના પુત્ર રોહિત ઉર્ફ મથારાએ છરીના ઘા મારીને તેની હત્યા નિપજાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક રાજુભાઇ વારંવાર ઘરના અન્ય સભ્યો સાથે માથાકૂટ કરતો હતો અને પોતાની પત્નીના ઘરેણાં પણ વહેંચાણ માટે માંગ્યા હતા. જેને લઈને પત્નીએ ઘરેણાં આપવાની ના પાડતા રાજુ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને મારવા છરી લઈને દોડ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન રાજુની પત્નીએ પોતાના પુત્ર રોહિતને બોલાવ્યો હતો. જેને લઈને પિતા અને પુત્ર વચ્ચે ઝપાઝપી થતા પુત્રએ પોતાના પિતાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

જો કે, વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details