ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Rain: ઉપલેટાની મોજ નદીમાં ઘોડાપૂર, સોમનાથ મહાદેવને થયો કુદરતી જળાભિષેક - Somnath Mahadev

રાજકોટના ઉપલેટા શહેરની મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ગૃહની અંદર મોજ નદીના પાણી ઘૂસી જતા ભગવાન શંકરની શિવલિંગને કુદરતી જણાભિષેક થયો છે. જાણો વિગતો.

ઉપલેટા મોજ નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ મહાદેવને થયો કુદરતી જણાભિષેક
ઉપલેટા મોજ નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ મહાદેવને થયો કુદરતી જણાભિષેક

By

Published : Jul 21, 2023, 8:43 AM IST

Updated : Jul 21, 2023, 8:59 AM IST

ઉપલેટા મોજ નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ મહાદેવને થયો કુદરતી જણાભિષેક

રાજકોટ: ઉપલેટા પંથકમાં સતત વરસાદી વાતાવરણ શરૂ છે. ઉપલેટા તાલુકાના મોજીલા પાસે આવેલ મોજા ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં થઈ રહેલા પાણીના સતત વધારાને કારણે મોજ ડેમના દરવાજાઓ સમયાંતરે ખોલવામાં આવી રહ્યા છે. આ દરવાજાઓ ખોલવામાં આવતા મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

ઉપલેટા મોજ નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ મહાદેવને થયો કુદરતી જણાભિષેક

પ્રાચીન મંદિર આવેલું:ઘોડાપૂરના કારણે મોજ નદી કાંઠાના ઉપલેટા શહેરમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગર્ભગૃહ સુધી ભગવાન શંકરની શિવલિંગના નદીનું પાણી ઘૂસી જતા ભગવાન શંકરની શિવલિંગને કુદરતી જળાભિષેક થયો છે.ઉપલેટા પંથકમાં સતત ત્રણ દિવસથી વરસાદી વાતાવરણના કારણે ઉપલેટા પંથકની મોજ, વેણુ તેમજ ભાદર નદીની અંદર ડેમોના દરવાજા ખોલવામાં આવતા ખોડાપુર આવી રહ્યું છે. ઉપલેટાની મોજ નદીમાં પણ ડેમના દરવાજા ખોલવામાં આવતા ઘોડાપૂર આવ્યું હતું. આ ધોડાપુરના કારણે મોજ નદી કાંઠેના સોમનાથ મહાદેવ મંદિર કે જે પ્રાચીન મંદિર આવેલું છે.

ઉપલેટા મોજ નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ મહાદેવને થયો કુદરતી જણાભિષેક

જળ સપાટી અત્યંત વધી: તે મંદિર પરિસરના ગર્ભગૃહ સુધી નદીના પાણીનો પ્રવાહ પહોંચ્યો હતો અને આ પાણીના પ્રવાહના કારણે ભગવાન શંકરની શિવલિંગને નદીનો કુદરતી જળાભિષેક થયો છે.ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઉપલેટા તાલુકાના મોજ, વેણું તેમજ મોટી પાનેલી પાસે આવેલ ફૂલઝર ડેમમાં જળ સપાટીનો વધારો થયો છે. આ વધારાના કારણે મોટી પાનેલી ગામનો ફુલઝર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે તો બીજી તરફ મોજ, વેણુ અને ભાદર ડેમોના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. આ સાથે જ ઘોડાપૂરના કારણે ઉપલેટા શહેરના દ્વારકાધીશમાં આવેલ વોકળાની પાણી રોકાયું હતું અને જળ સપાટી અત્યંત વધી ચૂકી હતી.

ઉપલેટા મોજ નદીમાં ઘોડાપૂર આવતા સોમનાથ મહાદેવને થયો કુદરતી જણાભિષેક

ધીમે-ધીમે બંધ:ઉપલેટા શહેરમાં બે વર્ષ પૂર્વે દ્વારકાધીશ વિસ્તારમાં રહેતા લોકો સામે જે દ્રશ્ય આવ્યા હતા તે ફરી તાજા થઈ રહ્યા હતા. કારણ કે, વોકળાની જળ સપાટી વધતી જોવા મળતા લોકોના ઘરોમાં બે વર્ષ પૂર્વે જે રીતે પાણી ઘૂસી ગયા હતા. તે રીતે ફરી એક વખત પાણી ઘૂસી જશે તેવો પણ ભય સતાવી રહ્યો હતો. પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમોના દરવાજા ધીમે-ધીમે બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે પાણી ઓસરતા લોકોની ચિંતામાં પણ હળવાશ જોવા મળી છે.

  1. Rajkot News : રાજકોટની પ્રજા રોડ રસ્તા બાબતે ત્રસ્ત અને કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત
  2. Rajkot Crime : ધોરાજીમાં રબારી સમાજના બે જુથ વચ્ચે ધીંગાણામાં એકનું મૃત્યુ, સામસામે નોંધાવી ફરીયાદ
Last Updated : Jul 21, 2023, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details