ગુજરાત

gujarat

ETV Bharat / state

Snake Bites: રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ હોસ્પિટલે લઈને આવ્યા

રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ લઈને હોસ્પિટલે આવ્યા હતા. મહિલાને જાણ થઇ કે તેની પથારીમાં સાપ છે. તેની સાથે જ પરિવારને જાણ કરીને તાત્કાલિક મરેલા સાપ સાથે હોસ્પિટલે ગયા હતા. જોકે, તબીબોએ જણાવ્યું હતું કે, એન્ટીડોઝ પ્રાપ્ય હોવાથી સાપને કોઈ કાળે મારવાની જરૂર ન હતી. સામાન્ય રીતે જ્યારે પણ સાપ કરડે છે ત્યારે ગ્રામજનો એ સાપને સાથે લાવે છે જેથી એના ઝેરની કેટેગરી ખ્યાલ આવે.

Snake: રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ હોસ્પિટલે લઈને આવ્યા
Snake: રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ હોસ્પિટલે લઈને આવ્યા

By

Published : Feb 23, 2023, 8:59 AM IST

Updated : Feb 23, 2023, 9:27 AM IST

રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ હોસ્પિટલે લઈને આવ્યા

રાજકોટઃરાજકોટમાં એક અસાધારણ કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી એક મહિલાને સાપ કરડી જતા તેના પરિવારજનો એ આ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. જેની સાથે સાપને મારીને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જે દરમિયાન હોસ્પિટલના સ્ટાફને પીડિતાએ તપાસ કરાવતા થોડા સમય માટે હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ સાપ મૃત હાલતમાં હોવાથી તેની જાણ સ્ટાફને થતા તેમને રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો Rajkot News : ઉતાવળી નદી કાંઠે મુરલી મનોહરને ફળ ચડાવવાથી દિલના દુ:ખ-દર્દ થાય છે દૂર

રાતના સમયે મારા ઘરનો દરવાજો બંધ હતો અને હું સુઈ રહી હતી. ત્યારે મારી પથારીમાં અચાનક સાપ ઘૂસી ગયો હતો. ત્યારબાદ હું સવારે ઉઠી ત્યારે સાપ મારી પથારીમાં હતો. જેને લઇને મને એવું લાગ્યું કે મને સાપ કરડી ગયો છે. આ સાપને પરિવારજનોએ મારી નાંખ્યો હતો. મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતુ ખસેડવામાં આવી હતી. જ્યારે મહિલાએ સિવિલ હોસ્પિટલમાં સાપને લઈને આવવાનું કારણ જણાવતા કહ્યું કે ડોક્ટર દ્વારા આ મરેલા સાપને જોઈને મારી સારવાર કરશે. એવું એમનું માનવું હતું. તેથી સાપને લઈને આ હોસ્પિટલ આવ્યા-- દુર્ગાબેન(ભોગ બનનાર)

સાપના કરડવાથી બે પ્રકારે શરીરમાં અસર થાય છે. મયૂરોટોક્સી એટલે કે દિમાગમાં અને કાર્ડિયોટોક્સી એટલે કે હ્રદયમાં. આ બન્ને વસ્તુના એન્ટી ડોઝ પ્રાપ્ય છે. સાપની જો ઓળખ થઈ ચૂકી હોય એ પ્રમાણે દર્દીને એનો ડોઝ આપવામાં આવે છે. ઓળખ જો ન થઈ હોય તો કોમન એન્ટીડોઝ આપીને એની સારવાર કરવામાં આવે છે. જેના કારણે દર્દી ઝેરી અસરથી બચી જાય છે. સાપને અહીં મારવાની કોઈ રીતે જરૂર ન હતી.---આર.એસ. ત્રિવેદી (રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક)

આ પણ વાંચો Lemon Price: ઉનાળાની શરૂઆતમાં જ લીંબુનો ભાવ ત્રણ ગણો થઈ જતાં ગૃહિણીઓની ચિંતા વધી

હોસ્પિટલમાં આવ્યા:સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા દુર્ગાબેન ચૌહાણ નામની મહિલા પોતાના ઘરે સૂતી હતી. તે દરમિયાન અચાનક એક સાપે તેને ડંખ માર્યો હતો. જે ઘટનામાં મહિલા જાગી ગઈ હતી અને ઘરમાં બૂમાબૂમ કરતા મહિલાના પુત્ર એ સાપને મારી નાંખ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક આ મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે આ મહિલાની સાથે પરિવારજનો મૃત સાપને હોસ્પિટલમાં સાથે લઈને આવ્યા હતા. જેના કારણે હોસ્પિટલમાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, સાપ મૃત અવસ્થામાં હોવાથી તંત્રના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

Last Updated : Feb 23, 2023, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details