સમગ્ર દેશમાં હાલ ચુંટણીનો માહોલ છે, ત્યારે દેશના બન્ને દીગ્ગજ પક્ષોના સ્ટાર પ્રચારકો પોતાના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ ગુંજવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયાના સમર્થન માટે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જનસભાને સંબોધન કરી હતી.
રાજકોટમાં પ્રચારમાં આવેલ સ્મૃતિની સભા દરમિયાન મોહન કુંડરીયા જ ન દેખાયા! - Gujarati news
રાજકોટઃ શહેરના પેડક રોડના ઘોડા વિસ્તારમાં ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્મૃતિએ મોહન કુંડારિયાને 23 એપ્રિલના રોજ મત આપવા માટે અપીલ કરી હતી. પરંતુ જે ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા યોજવામાં આવી હતી, તે રાજકોટના સાંસદ ખુદ સભા દરમિયાન સ્ટેજ ઉપર દેખાયા નહોતા.
ફોટો
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સભા દરમિયાન જનતાને રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયાને મત આપી જીતાડવાની અપીલ કરી હતી. જો કે, જે ઉમેદવારના સમર્થનમાં આ જાહેરસભા યોજાઈ હતી તે, ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા સભા સ્થળે દેખાયા નહોતા. જે ઉમેદવાર માટે લોકોને મત આપવાની અપીલ કરી હતી, તે જ ઉમેદવાર સભાના સ્ટેજ પર ન દેખાતા સભા દરમિયાન ચર્ચાનો વિષય બની હતી.