ગુજરાત

gujarat

ETV Bharat / state

SMCની તવાઈથી બૂટલેગરોમાં ફફડાટ, 192 વિદેશી દારૂની બોટલ જપ્ત - SMC snaps up foreign liquor factories

રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો (SMC Raids in jetpur rajkot district) કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો (SMC Seized 192 Bottles Of Foreign Liquor) છે. આગામી 31 ડિસેમ્બરની પાર્ટીઓ અને ઉજવણીમાં લોકો નશીતી વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરતાં હોય (31st december celebration at rajkot) છે ત્યારે આ અટકાવવા પોલીસ દ્વારા કડક તપાસ અને કાર્યવાહી કરવા સૂચનાઓ (Strict investigation and action by police) છે.

SMC Seized 192 Bottles Of Foreign Liquor
SMC Seized 192 Bottles Of Foreign Liquor

By

Published : Dec 30, 2022, 5:42 PM IST

Updated : Dec 30, 2022, 6:58 PM IST

SMCની તવાઈથી બૂટલેગરોમાં ફફડાટ

રાજકોટ: શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો (SMC Raids in jetpur rajkot district) કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક બૂટલેગરના ઘરે દરોડો પાડી દારૂના જથ્થા સાથે તેની પત્નીને પકડી (SMC Raids Bootleggers in jetpur) પાડી છે જ્યારે બૂટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ (SMC Seized 192 Bottles Of Foreign Liquor) છે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે કૂવાડવા પોલીસ મથક હેઠળ આવતાં નવાગામના ગોડાઉનમાં ત્રાટકીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી (SMC snaps up foreign liquor factories) હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા:સ્ટેટ મોનિટરિંગ સેલના DYSP કે.ટી.કામરિયાના (DYSP K.T Kamaria of State Monitoring Cell) માર્ગદર્શન હેઠળ PSI આર.એ.જાડેજા સહિતની ટીમે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં ત્રાટકીને દારૂની 192 બોટલ પકડી પાડી (SMC Seized 192 Bottles Of Foreign Liquor) હતી. દરોડો પાડ્યો એ સમયે બૂટલેગર ત્યાં હાજર નહોતો પરંતુ તેની પત્ની અમિતાબેન પ્રવીણભાઈ ગાંડુભાઈ ઠેસીયા ત્યાં હાજર હોય તેને નોટિસ ફટકારાઈ હતી જ્યારે બૂટલેગર પ્રવિણ ગાંડુભાઈ ઠેસીયા હાજર નહીં મળી આવતાં તેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા (SMC Seized 192 Bottles Of Foreign Liquor) છે.

આ પણ વાંચો...તો આ કારણે થયો ઋષભ પંતની કારનો અકસ્માત, મર્સિડીઝ સ્વાહા

બૂટલેગરોમાં ફફડાટ:સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી 72000 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 192 બોટલ, એક વાહન મળી કુલ રૂ. 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે થર્ટી ફર્સ્ટ હોવાને કારણે બૂટલેગરો પ્યાસીઓ સુધી કોઈ પણ ભોગે દારૂ પહોંચવા માટે મેદાને ઉતરી ગયા છે ત્યારે સ્થાનિક પોલીસની સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે બૂટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી દેવાનું નક્કી કર્યું હોય તેમ બૂટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આ પણ વાંચોવડોદરામાં નાકાબંધી, બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ, શા માટે તે જાણો

સ્થાનિક પોલીસની નબળી કામગીરી?:સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસની નબળી અને કામગીરીનો લાભ ઉઠાવીને સ્ટેટ મોનીટરીંગ સેલે કરેલ રેડ બાદ સ્થાની પોલીસ પર જિલ્લા પોલીસ વડા એક્શન લેશે કે પછી તેમને બચાવવા અને કમાવું દીકરાને સાચવવા અને ભૂલો અને નબળી કામગીરી છવારવા પ્રયત્ન કરે છે તે તો આવનાર દિવસોમાં જ ખ્યાલ આવશે ત્યારે જેતપુર વિસ્તારમાં અનેક દારૂના અડ્ડાઓ ચાલે છે અને પોલીસ તેમના પર કારવાહી નહીં કરતી હોવાનું પણ સ્થાનિકોએ જાનવ્યું છે જેમાં જિલ્લા પોલીસની પણ કામગીરી શંકામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું ત્યારે સ્થાનિક પોલીસની રહેમદિલી હેઠળ ચાલતા અડ્ડાઓ પર જો સ્ટેટ મોનીટરીંગ સેલ રેડ પાડે તો કેટલુંય ખૂલે તેમજ છે અને ઘણું બધુ ચાલે છે તેવું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Last Updated : Dec 30, 2022, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details