રાજકોટ: કોરોનાના કેસ ગુજરાતમાં ઘટવાના બદલે દિવસેને દિવસેને વધી રહ્યા છે. આજે ધોરાજીમાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે.
ધોરાજીનાં બહારપુરા વાલ્મીકી વાસ વિસ્તારમાં 25 વર્ષીય મહીલા, યતિનખાના શેરીમાં રહેતો 15 વર્ષીય યુવક, નદી બજાર યતીમ ખાના ગલીમાં રહેતો 23 વર્ષીય યુવક, બહારપુરા વાલ્મીકી વાસ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય મહીલા, હિરપરા વાડી વિસ્તારમાં રહેતા 47 વર્ષ પુરુષ, ધોરાજીના ભાડેર ગામે સબ સ્ટેશન પાસે રહેતા 18 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે.