મચ્છી પકડવા ગયેલ પર છ મજૂરો ભાદરના વહેણમાં તણાયા, 2 નો આબાદ બચાવ રાજકોટ: જેતપુર શહેરમાં આવેલી ભાદર નદીમાં માછીમારી કરવા માટે પરપ્રાંતીય મજૂરો ઉતર્યા હતા. માછીમારી દરમિયાન નદીના પ્રવાહમાં વધારો થતા માછીમારી કરી રહેલા છ પરપ્રાંતીય મજૂરો પાણીમાં તણાયા હતા. આ ઘટનામાં પાણીના પ્રવાહની અંદર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. જ્યારે ચાર વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થતા તેમની શોધખોળ માટે તંત્ર દ્વારા શરૂ કરાઈ છે.
"તેઓ નદીમાં માછીમારી કરવા માટે ઉતર્યા હતા અને વરસાદ ન હોવાથી તેમજ પાણીનો પ્રવાહ ઓછો હોવાના કારણે તેઓ માછીમારી કરવા ઉતર્યા હતા. આ માછીમારીની કામગીરીમાં છ જેટલા વ્યક્તિઓ હતા તેમાં પાણીનો પ્રવાહ વધતા તેઓને તરતા આવડતું હોવાથી બચી ગયા હતા તેમજ અન્ય એક વ્યક્તિ બચી ગયો હોવાનું જણાવ્યું છે જ્યારે તેમની સાથે રહેલા ચાર જેટલા વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થયા છે"-- યશ કુમાર ( બચી જનાર)
બે વ્યક્તિનો બચાવઃ જેતપુરના રબારીકા રોડ પર કારખાનામાં મજૂરી કામ કરતાં મજૂરો જેતપુરની ભાદર નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા. આ માછીમારી કરવા છ પરપ્રાંતીય મજૂરો માછીમારી કરી રહ્યા હતા. માછીમારી કરતાં છ વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થયા હતા અને આ ગરકાવ થયેલા છ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો જ્યારે ચાર વ્યક્તિઓ પાણીમાં ગરકાવતા હતા તંત્ર દ્વારા તેમની શોધ કોણે શરૂ કરવામાં આવી છે.
શોધખોળ કરી:આ ઘટના અંગેની જાણ થતાં જેતપુર મામલતદાર, જેતપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ ડિઝાસ્ટરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. સાથે જ આ ઘટના અંગે એસ.ડી.આર.એફ. ની ટીમને બોલાવતા તેઓ પણ દોડી આવી હતી. આ ટીમના જવાનો આધુનિક સાધન સામગ્રી જેમકે લાઈક સેવિક જેકેટ, બોટ અને રીંગ સાથે નદીના પ્રવાહમાં તણાયેલા ચારેય વ્યક્તિઓની શોધખોળ કરવા માટે દોડી આવી હતી. હાલ આ ટીમ તેમની શોધખોળ કરી રહી છે.
- Rajkot Bhadar-2 Dam : ભાદર-2 ડેમના પાંચ દરવાજા ખોલ્યા, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
- Rajkot News : ગામમાં બસ શરુ થતાં ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શાળામાં ડગલા માંડશે, ETV BHARATના અહેવાલથી ST તંત્ર જાગ્યું