રાજકોટ:ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર સામે રાજપૂત કરણી સેનાએચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજ કે જો આ ફિલ્મ આવતીકાલે રિલીઝ કરવામાં આવશે તો ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર આવશે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર આવતીકાલે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં આવી છે. જ્યારે શ્રી રાજપૂત કરણી સેના (Rajput Karni Sena) દ્વારા આ ફિલ્મનો વિરોધ (Rajput Karni Sena oppose film Takhubhas Talwar) કરવામાં આવ્યો છે.
સમાજની લાગણી દુભાવતી ફિલ્મ તખૂભાની તલવારનો કરણી સેના વિરોધ કરશે
ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર આવતીકાલે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં આવી છે. જ્યારે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ ફિલ્મનો વિરોધ (Rajput Karni Sena oppose film Takhubhas Talwar) કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારના ડાયલોગ અને ચિત્ર દર્શાવવામાં આવ્યા છે. જેને લઇને શ્રી રાજપુત કરણી સેના દ્વારા આ ફિલ્મનું વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજપૂત કરણી સેનાએ ઉચ્ચારી ચીમકી: શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે, તખૂભાની તલવાર ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચું જોવું પડે તે પ્રકારની બનાવવામાં આવી છે. જ્યારે આ ફિલ્મના કેટલાક અંશોના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ રહી છે. જેના કારણે આ ફિલ્મને આવતીકાલે રિલીઝ કરવામાં કરવા દેવામાં આવી નહીં. જ્યારે આ અંગે જેપી જાડેજાએ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને પણ ફિલ્મની (Gujarati movie Takhubhani Talwar) રિલીઝ ન કરવા દેવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની છે, તે પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે.
ક્ષત્રિય સમાજ રસ્તા પર આવશે: રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાએ (Rajput Karni Sena state president JP Jadeja) વધુમાં જણાવ્યું છે કે, જ્યારે 562 જેટલા રજવાડા હોય એ દેશની અખંડતા માટે અને વિધર્મરઓને સાથે આક્રમણ કરીને અનેક બલિદાન આપ્યા હોય એવા ક્ષત્રિય સમાજનું આ પ્રકારનું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. જો આ ફિલ્મને રિલીઝ કરવા દેવામાં આવશે તો અમે રસ્તા ઉપર ઉતરશું, ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ કરશું. જેના કારણે અમારી સરકારને અપીલ છે કે, આ ફિલ્મને રિલીઝ કરવામાં ન આવે અને તેના નિર્માતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.