રાજકોટ : 3 મે સુધી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતમાં સરકાર દ્વારા અમુક જીવનજરૂરી વસ્તુઓના વહેંચાણ માટે દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, રાજ્ય સરકારના નિર્ણયને લઈને સવારથી જ વિવિધ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા જે વેપારીઓને દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી હતી. તેની તપાસ બાદ પોલીસ દ્વારા દુકાનો ખોલવા દેવામાં આવી હતી.
રાજકોટમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો શરૂ, સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે અમલ - 3 મે સુધી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન
રાજકોટમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી દુકાનો શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના કોરોના પોઝિટિવ હોટસ્પોટમાં દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી હજુ અપાઈ નથી.
જો કે, રાજકોટમાં કેટલીક બજારોએ સ્વૈચ્છિક બંધ રાખ્યું હતું. જ્યારે રાજકોટના કોરોના પોઝિટિવ હોટસ્પોટમાં દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી હજુ અપાઈ નથી. ત્યાં પોલીસે ખડેપગે રહીને બંધ રખાવ્યું હતું. રાજકોટમાં જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ વિસ્તારમાં હજુ દુકાનો ખોલવાની પરમીશન અપાઈ નથી. ત્યારે રાજકોટમાં આજે મોટાભાગના વેપારીઓ હજુ દુકાનો બંધ જ રાખી હોવાનુ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગઈકાલે વધુ 4 કોરોનાના દર્દીના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને રાજકોટમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 46 સુધી પહોંચી છે. જેમાં એક રાજકોટ ગ્રામ્ય વિસ્તારના દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં કુલ 13 જેટલા કોરોનાના દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.