ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી, શરીર પર જોવા મળ્યા ઇજાના નિશાન - Rajkot

રાજકોટના ખેબચડા ગામની સિમ નજીકથી માત્ર ચાર માસની નવજાત બાળકી અત્યંત નાજુક સ્થિતિમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ બાળકીના શરીરના ભાગમાં 20 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા પણ જોવા મળ્યા હતા.

રાજકોટમાં ત્યજી દેવાયેલ બાળકીના શરીર પરથી મળ્યા તીક્ષ્ણ હથિયારના ઘા
રાજકોટમાં ત્યજી દેવાયેલ બાળકીના શરીર પરથી મળ્યા તીક્ષ્ણ હથિયારના ઘા

By

Published : Feb 27, 2020, 5:15 PM IST

રાજકોટઃ ખેબચડા ગામની સિમ નજીકથી માત્ર 4 માસની નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના શરીરના ભાગમાં 20 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા પણ જોવા મળી રહ્યા હતા. જ્યારે આ બાળકીને એક શ્વાન પોતાના મોંમા લઇનેે જઈ રહ્યો હતો.

રાજકોટમાં ત્યજી દેવાયેલ બાળકીના શરીર પરથી મળ્યા તીક્ષ્ણ હથિયારના ઘા

તે દરમિયાન રડવાનો અવાજ આવ્યો હતો અને ત્યાં ક્રિકેટ રમી રહેલા બાળકોની નજર આ નવજાત બાળકી પર પડી હતી અને બાળકોએ શ્વાન પાસેથી તાત્કાલિક છોડાવીને 108ને ફોન કર્યો હતો. જો કે, તાત્કાલિક 108ની ટીમે ઘટના સ્થળે પહોચી બાળકીને પ્રાથમિક સારવાર માટે રાજકોટની કે.ડી ચિલ્ડ્રન સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હાલ આ બાળકીની સ્થિતી નાજુક છે.

ABOUT THE AUTHOR

...view details