- લોકોની અંદર સહુથી વધુ બે પ્રકારની વિકૃતિ જોવા
- ગેરેન્ટોફિલિયામાં વ્યક્તિ પોતાનાથી ઉંમરમાં મોટી વ્યક્તિના પ્રેમમાં પડી
- ઉંમરમાં મોટી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવે અને જાતીય સંબધો બાંધે
રાજકોટ : મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારની જાતીય વિકૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લોકોની અંદર સહુથી વધુ બે પ્રકારની વિકૃતિ જોવા મળે છે. જેમાં પેડોફેલિક ડિસઓર્ડર અને ગેરેન્ટોફિલિયાનો સમાવેશ થાય છે. પેડોફેલિક ડિસઓર્ડરમાં વ્યક્તિ પોતાની ઉંમરથી નાની વ્યક્તિ ખાસ કરીને બાળક સાથે જાતિય વર્તન કરતું જોવા મળે છે. તેઓ બાળક તરફ વધુ આકર્ષણ અનુભવે છે. જ્યારે ગેરેન્ટોફિલિયામાં વ્યક્તિ પોતાનાથી ઉંમરમાં મોટી વ્યક્તિ ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિના પ્રેમમાં પડી તેની સાથે જાતીય સંબધો સ્થાપિત કરે છે.
શું છે ગેરેન્ટોફિલિયા ?
આ પ્રકારની વ્યક્તિને પોતાની ઉંમરની વ્યક્તિ તરફ કોઈ પ્રકારનું આકર્ષણ હોતું નથી. આ એક એવો ડિસઓર્ડર છે. જેમાં, વ્યક્તિ પોતાનાથી ઉંમરમાં બહુ મોટી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવે છે અને જાતીય સંબધો બાંધે છે. ગેરોન્ટોફિલિયાએ એવા લોકોમાં જોવા મળે છે. જે પોતાના બાળપણમાં વૃદ્ધ મહિલાઓ અથવા પુરુષો દ્વારા હિંસાનો ભોગ બન્યા હોય છે. તેઓ તેમના માતાપિતાથી પણ હતાશ અને નિરાશ હોય અને બાળક તરીકે તેમને વારંવાર માર મારવામાં આવ્યા હોય છે.
લગ્ન જીવનનું સ્વરૂપ પણ આજે ઝડપથી બદલાઈ રહ્યું
આપણે જે અક્રમણના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, જેમાં, બધી જૂની માન્યતાઓ ઝડપથી વિપરીત થઈ રહી છે. આપણી સૌથી અગત્યની અને મૂળ સંસ્થા 'લગ્ન જીવન' છે. જેનું સ્વરૂપ પણ આજે ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે લગ્ન સંબંધી ઘણી માન્યતાઓને નકારી કાઢવામાં આવી છે. તેની જગ્યાએ અનુકૂળતા અનુસાર નવા રિવાજો શરૂ થયા છે. આમાંની એક માન્યતા છે. - સ્ત્રી પતિ કરતા મોટી હોવી તે છે. તે બંન્નેને અનુકૂળ લાગે છે. તેના કારણો કેટલાક મનોવૈજ્ઞાનિક છે અને કેટલાક નવા યુગમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આ કારણોથી પણ થઈ શકે છે સેક્સની ઇચ્છા
અભ્યાસ, પછી નોકરી, ત્યાં સુધીમાં ઘણી ઉંમર નીકળી જાય
આજના યુવક-યુવતીઓ બન્ને પોતાની કારકિર્દીને લઈને ખૂબ મહત્વાકાંક્ષી છે. તેમને કંઈક બનવાનો જુસ્સો રહે છે. તેના માટે સમય જરૂરી છે. પહેલા અભ્યાસ, પછી નોકરી, ત્યાં સુધીમાં ઘણી ઉંમર નીકળી જાય છે. છોકરીઓને સખત મહેનત, સમર્પણ, નિષ્ઠા અને પસંદગીને લીધે સારી નોકરી અને પ્રમોશન ઝડપથી મળે છે. નૈતિકતાથી વ્યવહાર કરવો વગેરે જેવા અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે. ત્યારબાદ પદના ગૌરવમાં, તે ઉચ્ચ નામના વહીવટી પદ પર ફરજ બજાવતા પતિની નીચે રહેવા માંગતી નથી.
સવાલ-જવાબ ન કરતા મને એક સન્માનજનક જીવન