ગુજરાત

gujarat

ETV Bharat / state

મેતા ખંભાળીયા ગામમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ 1લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા - Seven people caught gambling in Meta Khambhaliya

કોરોના મહામારી વચ્ચે પણ જુગારખાનું બંધ નથી થયું, લોકો તહેવારના નામે જાહેરમાં જુગાર રમતા હોય છે. ત્યારે, રાજકોટ જિલ્લાના મેતા ખંભાળીયા ગામે નદીના પટમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂપિયા 1,14,610 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

મેતા ખંભાળીયા ગામે નદીના પટમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂપિયા 1,14,610 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
મેતા ખંભાળીયા ગામે નદીના પટમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂપિયા 1,14,610 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

By

Published : Aug 2, 2020, 5:13 PM IST

રાજકોટ: ગોંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામે આવેલી નદીના પટમાં બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જુગાર રમી રહેલા સાત લોકો ઝડપાયા હતા.

જુગાર રમી રહેલા જેન્તી ઝીણાભાઈ હિરપરા, અનિલ કેશુભાઈ પરવાડીયા, રમેશ ડાયાભાઇ મારુ, રસિક જીવરાજભાઈ છાત્રોલા, રાજેશ રમેશભાઈ રાઠોડ, શૈલેષ છગનભાઈ પરવાડીયા તેમજ ચંદુ વિઠ્ઠલભાઈ વિકાણીને રોકડા રૂપિયા 23,610, મોબાઈલ નંગ 7, વાહન 4 મળી કુલ રૂપિયા 1,14,610 ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી તાલુકા પોલીસના જમાદાર વિપુલભાઈએ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details