- રાજકોટના મેયરે ઇજાગ્રસ્ત દીકરીને હોસ્પિટલ પહોંચાડી
- ઈન્દ્રપ્રસ્થના નાળાની ઉપરની પાઇપ દીકરીના માથા પર વાગી હતી
- દીકરીનેે કારમાં હોસ્પિટલ પહોંચાડીને મેયર અન્યની બાઈક પર હોસ્પિટલ પહોંચ્યા
રાજકોટઃ રાજકોટના મેયર(Mayor of Rajkot)ની માનવતા એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે દિવસ પહેલા રાતના 10 વાગ્યાની આસપાસ ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે એક કારમાં બે બાળકીઓ સનરૂફ ખોલીને ઉભી હતી. તે દરમિયાન અચાનક આ નાળાની ઉપરની પાઇપ દીકરીના માથામાં વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઘટના સમયે રાજકોટના મેયર ડૉ પ્રદીપ ડવ(Dr. Pradeep Dove) અહીંથી નીકળી રહ્યા હતા. તેમને આ સમગ્ર ઘટના ધ્યાને આવતાં તેમને પોતાની ગાડીમાં આ દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આ સાથે જ તેમના પરિવાર પણ મેયરની ગાડીમાં હોસ્પિટલ(Hospital of Rajkot)માં પહોંચાડવામાં અવ્યો હતો. જ્યારે મેયર પોતે અન્ય વાહન ચાલકના બાઈક ઉપર બેસીને હોસ્પિટલે પહોંચ્યા હતા.
મેયરે પોતાની કારમાં બાળકીને હોસ્પિટલે પહોંચાડી
બે દિવસ અગાઉ 10 વાગ્યાની આસપાસ ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે આ ઘટના સર્જાઈ હતી. જે ઘટનાને મેયર ડો પ્રદીપ ડવે પણ નજરે જોઇ હતી. જેને લઇને દીકરીના માથાનાં ભાગે નાળાનું એન્ગલ લાગતા માથામાંથી લોહી વહેતું થયું હતું. ત્યારે 108ની રાહ જોયા વગર મેયર પોતાની ગાડી માંથી ઉતર્યા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત દીકરીને હોસ્પિટલે લઇ જવાની સુચના આપી હતી. જ્યારે આ દીકરીના પરિવારજનો પણ મેયરની કારમાં જ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે આ દીકરીને સારવાર દરમિયાન 10થી વધુ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ આ પ્રકારની બેદરકારી સામે આવતા મા-બાપ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય છે.
હું અન્ય બાઇકમાં હોસ્પિટલમાં પહોંચ્યો: મેયર