ગુજરાત

gujarat

ETV Bharat / state

Allegations Against Rajkot Police : રાજકોટ પોલીસ પર વધુ બે ભોગ બનનાર દ્વારા કરાયા ગંભીર આક્ષેપો - Allegations Against Crime Branch in Rajkot

રાજકોટમાં ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પોલીસ સતત વિવાદોમાં આવી રહી છે. રાજકોટમાં વધુ બે લોકોએ પોલીસ વિરુદ્ધ આક્ષેપો (Allegations Against Rajkot Police) કર્યાના સમાચાર મળી રહ્યા છે. જેમાં એક વેપારી પાસેથી કોરો ચેક અને અન્ય એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને કાર્યવાહી ન કરવાના આક્ષેપ કર્યા છે

Allegations Against Rajkot Police : રાજકોટ પોલીસ પર વધુ બે ભોગ બનનાર દ્વારા કરાયા ગંભીર આક્ષેપો
Allegations Against Rajkot Police : રાજકોટ પોલીસ પર વધુ બે ભોગ બનનાર દ્વારા કરાયા ગંભીર આક્ષેપો

By

Published : Feb 8, 2022, 8:22 AM IST

રાજકોટ: રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય એવા ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પોલીસ (Govind Patel Police Allegations) સતત વિવાદોમાં આવી રહી છે. ત્યારે રાજકોટ પોલીસનો બોજ બનનાર વધુ બે લોકોએ પોલીસ વિરુદ્ધ (Allegations Against Rajkot Police) આક્ષેપો કર્યા હતા. જેમાં એક વેપારીએ પોતાને માર મારીને પોલીસ દ્વારા કોરા ચેક પર સહી કરવાની અને બીજા એક કેસમાં અરજદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છતાં પોલીસે સામે પક્ષેથી પૈસા લઈને કોઈ કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બળજબરીથી કોરોના ચેક પર સહી કરાવી

રાજકોટ પોલીસ પર વધુ બે ભોગ બનનાર દ્વારા કરાયા ગંભીર આક્ષેપો

રાજકોટમાં રહેતા અને ટિમ્બરના વેપારી રાજેન્દ્ર જોગીએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા મારે ટિમ્બરના ધંધાને લઈને ગાંધીગ્રામના વેપારી સાથે થોડા મતભેદ થયા હતા. તે મામલે મારા ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો આવ્યા હતા. મારા ઘરે બધાને ધાક ધમકી આપવા લાગ્યા હતા. જ્યારે મને ક્રાઇમ બ્રાન્ચની (Allegations Against Crime Branch in Rajkot) ટીમ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેમજ મારી પાસેથી અંદાજીત 1 લાખ 90 હજાર અને બે કોરોના ચેક પર સહી કરાવી લીધી હતી. આ ઘટના અંગે મેં પોલીસ કમિશ્નરને રજુઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

આ પણ વાંચોઃ ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં

કેસ કર્યો છતાં કોઈ કાર્યવાહી કરી નથી

આ ઉપરાંત બીજી ઘટના પણ સામે આવી હતી. જેમાં અર્જુન શરાફી મંડળી માંથી 5 લાખની લોન મામલે હિતેશ પાંભર નામના યુવાન અસામાજીક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ યુવાને પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને પોલીસ કમિશ્નરને (Allegations Against the Commissioner of Police in Rajkot) પણ રજૂઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. જેના કારણે આ ભોગ બનનાર દ્વારા પોલીસે અસામાજિક તત્વો પાસેથી પૈસા લઈને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP

ABOUT THE AUTHOR

...view details