ગુજરાત

gujarat

ETV Bharat / state

Self Defense Training: સુરતની ઘટના બાદ રાજકોટના વાલીઓ દીકરીઓને આપી રહ્યા છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ - Self defense training for girls in Rajkot

સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા બાદ રાજ્યમાં(Murder of young woman in Surat) હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટમાં વાલીઓ પોતાની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ (Rajkot Self Defense Training )આપવામાં આવી રહી છે. આજના આધુનિક યુગમાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવી જરૂરી છે. જ્યારે સુરતની ઘટના જોઈને હવે સૂત્ર બદલવું જોઈએ સેલ્ફ ડિફેન્સ સિખાઓ બેટીયા બચાઓ. તેમજ વાલીઓને પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ.

Self Defense Training: સુરતની ઘટના બાદ રાજકોટના વાલીઓ દીકરીઓને આપી રહ્યા છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ
Self Defense Training: સુરતની ઘટના બાદ રાજકોટના વાલીઓ દીકરીઓને આપી રહ્યા છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

By

Published : Feb 19, 2022, 1:07 PM IST

રાજકોટ: સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા બાદ સમગ્ર (Murder of a young woman in Surat)રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે. એવામાં હવે વાલીઓ પોતાની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. રાજકોટમાં પણ સુરતની હત્યા બાદ વાલીઓ પોતાની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ માટે મોકલી રહ્યા છે.

દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

21 દિવસ નિઃશુલ્ક તાલીમ સેવા શરૂ કરી

રાજકોટના ટેકનો ફાઈવ માર્શલ આર્ટની તાલીમ આપતા રોબિન કાસુંદરાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2014થી રાજકોટ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી(Self defense training for girls in Rajkot ) રહ્યા છે. જ્યારે હાલમાં શહેરની વિવિધ 7 સ્થળોએ આ તાલીમ શરૂ છે. જો કે તેમની સંસ્થા દ્વારા સુરતની ઘટના બાદ રાજકોટના દીકરીઓને 21 દિવસની સેલ્ફ ડિફેન્સનીતાલીમનિઃશુલ્ક આપવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેમની સંસ્થામાં અંદાજીત 35 હજાર જેટલી યુવતીઓએ સેલ્ફ ડિફેન્સની તમિલ લઈ લીધી છે.

આ પણ વાંચોઃસુરત પોલીસ વિદ્યાર્થીનીઓને આપી રહી છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

લડકોકો પરાઠે ઔર લડકીઓ કો કરાઠે જરૂર શિખાયે: વાલી

હાલમાં દિકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા અંગે શ્રુતિ કોટેચા નામના વાલીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે હાલના યુગ પ્રમાણે લડકો કો પરાથે અને લડકીઓ કો કરાટે જરૂર શીખવા જરૂરી છે. જ્યારે સુરતની ઘટનામાં જો કે દીકરી પાસે સેલ્ફ ડિફેન્સની તમિલ હોય તો તે જરૂરી પોતાને બચાવી શકી હોય, હાલમાં આ તાલીમ કેન્દ્ર ખાતે મારી દીકરી કરાટેની તાલીમ લેવા માટે આવી રહી છે. જેને જોઈને મારો નાના પુત્ર પણ કરાટે શીખતો થયો છે. આ પ્રકારની તાલીમથી તે શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત થાય છે.

સેલ્ફ ડિફેન્સ સિખાઓ બેટી બચાઓ

ETV Bharatને રોહિણી શાહે જણાવ્યું હતું કે મારી દીકરી અહીંયા દોઢ મહિનાથી તાલીમ મેળવે છે. જ્યારે તાલીમ બાદ તેનામાં માનસિક અને શારીરિક બંને રીતે ફેરફાર જોવા મળી રહ્યો છે. આપણે ખાસ કરીને આજના આધુનિક યુગમાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવી જરૂરી છે. જ્યારે સુરતની ઘટનાઓ જોઈને હવે સૂત્ર બદલવું જોઈએ કે સેલ્ફ ડિફેન્સ સિખાઓ બેટીયા બચાઓ. તેમજ વાલીઓને પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ.
આ પણ વાંચોઃસુરતની સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓને સ્વબચાવ માટે અપાઇ રહી છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

ABOUT THE AUTHOR

...view details