ગુજરાત

gujarat

ETV Bharat / state

Amount of Cannabis in Rajkot: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

ગુજરાતમાં છેલ્લા ધણાં સમયથી નશાના કારોબારનો(intoxication in gujarat) એકબાદ એક પર્દાફાશના કેસો સામે આવી રહ્યા છે. જ્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વધુ એક વખત રાજકોટ શહેર નજીકથી 1 કિલોગ્રામ ગાંજાનો(amount of cannabis in Rajkot) જથ્થો ઝડપી પાડ્યો છે.તેમજ એક શખ્મની ધરપકડ પણ કરી છે.

Amount of Cannabis in Rajkot : રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
Amount of Cannabis in Rajkot : રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

By

Published : Dec 15, 2021, 10:26 AM IST

  • રાજકોટમાંથી 1 કિલોગ્રામ ગાંજો ઝડપાયો
  • રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 કિલોગ્રામ ગાંજો જથ્થો
  • 1 કિલો ગાંજાની બજાર કિંમત અંદાજે 10,000 રૂપિયા માનવામાં આવી રહી
  • રાજકોટ પોલીસે એક શખ્સની ધરપકડ કરવામાં આવી

રાજકોટઃ રાજ્યમાં નશાના કારોબારનો પર્દાફાશ થયા બાદ રાજકોટમાં ઠેર ઠેર નશીલા પદાર્થ(intoxication in gujarat) ઝડપાવાનું શરુ છે. એવામાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક વખત રાજકોટ નજીકથી 1 કિલોગ્રામ ગાંજાનો જથ્થો(amount of cannabis in Rajkot) ઝડપી પાડવામાં આવ્યો છે. આ 1 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે SOGએ એક શખ્સની પણ ધરપકડ કરી છે. જોકે હાલ આ શખ્સ ગાંજાનો જથ્થો(Amount of cannabis in Gujarat) કોને આપવાનો અને તે ગાંજો ક્યાંથી લઈને આવ્યો હતો અને તે કેટલા સમયથી ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલો છે તે તમામ બાબતોને લઈને રાજકોટ પોલીસ દ્વારા શખ્સની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

માલિયાસણ નજીકથી ઝડપાયો ગાંજો

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના(Rajkot Special Operations Group) કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શહેરની ભાગોળે આવેલ માલિયાસણ ગામ ખાતે માલધારી ચોક નજીકથી દિનેશ વસ્તા ટોયટા નામનો શંકાસ્પદ શખ્સ નીકળતા પોલીસ દ્વારા તેની તપાસ(Drugs busted in Rajkot) કરવામાં આવી હતી. જે દરમિયાન તેની પાસેથી 1 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે SOGએ તાત્કાલિક આ શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસે રહેલો ગાંજાનો જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

1 કિલોગ્રામ ગાંજો ઝડપાયો

રાજકોટ SOGએ દિનેશ વસ્તા ટોયટા નામના શખ્સની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ગુનો(Drug busting crime in Rajkot) નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે SOGએ ઝડપી પાડેલા 1 કિલો ગાંજાની બજાર કિંમત અંદાજે 10,000 રૂપિયા માનવામાં આવી રહી છે. ત્યારે હાલ રાજકોટ પોલીસ(marijuana Rajkot Police) દ્વારા શખ્સની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Police seized Drugs in Vapi: સ્કૂલબેગમાં ડ્રગ્સ ભરીને ઉભેલા 2 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્રથી લવાયો હતો 16 કિલો ગાંજો

આ પણ વાંચોઃ Drug Seized In Surat: શહેરમાં 1.92 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details