ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટાના ભીમોરા ગામે ખેત મજૂરોનું SDRF ટીમ દ્વારા રેસ્ક્યૂ

ઉપલેટાના ભીમોરા ગામમાં ભાદર નદીના કાંઠે રમેશ જાવીયાની વાડીમાં કામ કરતા તેમના પરિવારના સભ્યો સહિત કુલ 30 જેટલા ખેત મજૂર સોમવારના રોજ વાડીમાં ફસાયા હતા. જેમને મંગળવારના રોજ SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બોટ મારફતે તમામ લોકોને ભીમોરા ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઉપલેટાના ભીમોરા ગામમાં 30 ખેત મજુરોને SDRF ટિમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવાયા
ઉપલેટાના ભીમોરા ગામમાં 30 ખેત મજુરોને SDRF ટિમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવાયા

By

Published : Aug 25, 2020, 7:05 PM IST

રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામમાં ભાદર નદીના કાંઠે રમેશ જાવીયાની વાડીમાં કામ કરતા રમેશ માનસિંગભાઈના પરિવારના સભ્યો સહિત કુલ 30 જેટલા ખેત મજૂર સોમવારના રોજ સાંજે ભારે વરસાદના કારણે વાડીમાં ફસાયા હતા. કોઝ-વેમાં પાણી વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકો સાથે રાત્રિના પણ સતત સંપર્ક ચાલુ રાખ્યો હતો. મંગળવારના રોજ સવારે પૂરના પાણી ઓસરતા SDRFની ટીમે રેસ્ક્યૂ કરીને બોટ મારફતે તમામ લોકોને ભીમોરા ખાતે સલામત સ્થળે ખસેડ્યા હતા.

ઉપલેટાના ભીમોરા ગામમાં 30 ખેત મજુરોને SDRF ટિમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવાયા

ભીમોરા ખાતે રેસ્ક્યૂ કાર્યવાહી માટે મામલતદાર જી.એમ. માવદીયા, ઇ/ચા. તાલુકા વિકાસ અધિકારી ડઢાણીયા, SDRF ના પી.એસ.આઇ. વાળા, પાટણવાવના પી.એસ.આઈ. રાણા, સર્કલ અધિકારી રામભાઈ, રેવન્યુ તલાટી ખુશીલ મકવાણા વગેરે અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details