- અંધશ્રદ્ધાને દૂર કરવાનું કામ વિજ્ઞાન જાથા દ્વારા કરાય
- વિજ્ઞાન જાથાની ટીમ આજે પોલીસ સાથે રમેશચંદ્રના નિવાસ્થાને પહોંચી
- કલ્કિ અવતારના ઘરે પહોંચ્યું વિજ્ઞાન જાથા, માનસિક રોગી ગણાવ્યો
રાજકોટ :સમાજમાં અંધશ્રદ્ધાને દૂર કરવાનું કામ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવે છે. સરકારી નિવૃત અધિકારી એવા રમેશચંદ્ર ફેફરે પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કિ અવતાર ગણાવ્યો છે. જેને લઈને વિજ્ઞાન જાથાની ટીમ આજે બુધવારે પોલીસ સાથે રમેશચંદ્રના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં રમેશચંદ્ર પોતે ભગવાન વિષ્ણુનો અવતાર હોય તો તેના પુરાવા આપવાની માંગ કરી હતી. રમેશચંદ્રે આ અંગે વિજ્ઞાન જાથાની ટીમ સાથે ચર્ચા કરવાને બદલે તેના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને ઘરમાં જ પુરાઈ ગયા હતા. જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને રમેશચંદ્ર વચ્ચે થોડા સમય માટે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.
આ પણ વાંચો : જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો: વિજ્ઞાન જાથા
વિજ્ઞાન જાથાએ કલ્કિ અવતારને માનસિક રોગી ગણાવ્યો
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ રમેશચંદ્ર ફેફરને માનસિક રોગી ગણાવ્યો હતો. પોલીસની ટીમ સાથે તેઓ રમેશચંદ્રના ઘરે પહોંચ્યા હતા. જ્યારે વિજ્ઞાનજાથા એવી માંગ કરી છે કે, રમેશચંદ્રને તાત્કાલિક મનોચિકિત્સકની સારવારની જરૂરી છે. તેમની પોલીસ દ્વારા ધરપકડ કરીને ત્યારબાદ તેમને સારવાર અર્થે દવાખામાં ખસેડવામાં આવે. આ સાથે જ જયેશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રમેશચંદ્ર દ્વારા જે પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે. તેને લઈને લાગી રહયુ છે કે, તેઓ હાલ માનસિક રોગી છે. તેમજ તેઓ ભગવાન વિશેના આવા બેફામ વાણી વિલાસના કારણે સમાજમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે.