સુરતના અગ્નિકાંડ બાદ રાજકોટમાં આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા અલગ-અલગ 10 જેટલી ટીમ બનાવીને શહેરની નામાંકિત સ્કૂલ-કોલેજો બહાર ડ્રાઈવ યોજી હતી. જે સ્કૂલવેનમાં નીતિનિયમોથી વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા વેન ચાલકોને રોકીને તેમને દંડ ફટકારીને ડિટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 40 જેટલી સ્કૂલ વેન ડિટેઈન કરી હતી. જ્યારે NCના 142 કેસ કરવામાં આવ્યા હતા. સાથે જ રૂપિયા 24,800નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટમાં સ્કૂલવેન ચાલકો પર પોલીસની તવાઈ, 40 વેન કરી ડિટેઈન - Suratincident
રાજકોટઃ શહેર પોલીસ દ્વારા શહેરની નામાંકિત સ્કૂલ-કોલેજો બહાર ઉભા રહીને ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં 40 જેટલી સ્કૂલવેનમાં નીતિનિયમોથી વધારે વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. જેને લઇને આ સ્કૂલવેનને ડિટેઈન કરી હતી. જ્યારે NCના 142 જેટલા કેસ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં સ્કૂલવેન ચાલકો પર પોલીસની તવાઈ, 40ને કરી ડિટેઈન
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સ્કૂલવેન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની જેમ પુરીને વહન કરવામાં આવતું હોવાની ઘણી ફરિયાદો મળી હતી. જેના કારણે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.