ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં સ્કોલરશિપ યોજનાના ફોર્મ માટે મેયરે કરી સ્પષ્ટતા, કહ્યું અસામાજીક તત્વોથી સાવધાન - abdul kalaam

રાજકોટ: રાજકોટ સહિતના વિસ્તારોમાં સોશિયલ મીડિયામાં અબ્દુલ કલામ અને વાજપેયી યોજના હેઠળ સ્કોલરશીપ મળી રહી છે. જેના માટેના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મેસેજ અસામાજીક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે.

રાજકોટ

By

Published : May 13, 2019, 11:10 PM IST

રાજકોટ સહિતના વિસ્તારોમાં સોશિયલ મીડિયામાં અબ્દુલ કલામ અને વાજપેયી યોજના હેઠળ સ્કોલરશીપ મળી રહી છે. જેના માટેના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મેસેજ અસામાજીક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે.આ મેસેજના કારણે મોટી સંખ્યામાં શહેરીજનો રાજકોટ મનપાની ઓફીસ ખાતે આવી રહ્યા છે અને આ યોજનાં ફોર્મની માંગણી કરી રહ્યા છે. તાજેતરમાં જ શાળા કોલેજોના પરીણામ જાહેર થયા છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ નવા સત્રને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ સહિતના વિસ્તારોમા સોશિયલ મીડિયામાં એક મેસેજ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના જાહેર કરી છે. જેમાં જે વિદ્યાર્થીઓને 45 ટકાથી વધુ પરીણામમાં મેળવ્યા હોય એ વિદ્યાર્થીઓને 10 હજાર, 55થી વધુ ટકા જે વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તેમને 25 હજાર સુધીની સ્કોલરશીપ યોજના હેઠળ આપવામાં આવી રહી છે. આ મામલે રાજકોટ સહિતના વિસ્તારના લોકો મનપા કચેરીએ સ્કોલરશીપના ફોર્મ માટે આવી રહ્યા છે. ત્યારે આ અંગે રાજકોટના મેયરે સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ યોજના નથી. લેભાગુ તત્વો દ્વારા આવા મેસેજ વાઈરલ કરવામાં આવે છે, જેના કારણે આવા તત્વોથી સાવધાન રહેવું.

ABOUT THE AUTHOR

...view details