ગુજરાત

gujarat

ETV Bharat / state

નવજાત બાળકને ''બ્લૉ બાય મેથડ''થી ઓકિસજન આપી જીવ બચાવાયો - 'બ્લૉ બાય મેથડ

રાજકોટ શહેરમાં 108ની કપરી કામગીરી કરતા હોઇ છે. તેમાંની એક કામ અહી બતાવવામાં આવી છે, ત્યારે અધૂરા માસે જન્મેલા (pre mature baby) બાળકનું ''બ્લૉ બાય મેથડ''થી ઓકિસજન લેવલ જાળવી 108ની ટીમે પ્રાણ બચાવ્યા હતા. રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી થઇ હતી.

નવજાત બાળકને ''બ્લૉ બાય મેથડ''થી ઓકિસજન આપી જીવ બચાવાયો
નવજાત બાળકને ''બ્લૉ બાય મેથડ''થી ઓકિસજન આપી જીવ બચાવાયો

By

Published : Jun 29, 2021, 12:43 PM IST

  • અધૂરા માસે જન્મેલા (pre mature baby) બાળકના પ્રાણ બચાવતી 108 ની ટિમ
  • રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી
  • “બ્લૉ બાય મેથડ” દ્વારા શ્વાસોચ્છવાસની ટ્રીટમેન્ટ આપાઇ

રાજકોટઃશહેરમાં 108ની કપરી કામગીરી કરતા જવાનોએ અનેક વાર લોકોના જીવ બચાવી પ્રાણરક્ષકની ભૂમિકા સુપેરે નિભાવી છે. આવો જ એક દિલધડક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે. નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને આઠમાં માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા શાપર સી.એચ.સી. સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં. તેમની પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને 108 માર્ફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવા ડો. જાવિયા દ્વારા જણાવાયું હતું. રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી થઇ હતી.

આ પણ વાંચોઃરાજકોટઃ વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર નવજાત બાળક થયું કોરોના મુક્ત

રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી થઇ

108 ની એમ્બ્યુલન્સમાં મહિલાને સ્થળાંતરિત કરતા સમએ સમયના અભાવે એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયાએ કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવી હતી. બાળક અધૂરા માસે (pre mature baby)જન્મ્યું હોવાથી બાળકની પરિસ્થિતિ સામાન્ય ન હોતી. શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો હતો. જેથી રાજુભાઈએ ઓનલાઇન ડોક્ટરની સલાહ (ઈ.આર.સો.પી.) સાથે બાળક પહેલો શ્વાસ લે તે માટે શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી. બાળકને ઓક્સિજન લેવલ પૂરું પાડવા “બ્લૉ બાય મેથડ” દ્વારા શ્વાસોચ્છવાસની ટ્રીટમેન્ટ આપી બાળકને તેમજ માતાને સહિસલામત સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરાયા હતાં.

અધૂરા માસે જન્મેલા બાળકનું ''બ્લૉ બાય મેથડ''થી ઓકિસજન આપી જીવ બચાવાયો

આ પણ વાંચોઃમહેસાણામાં નવજાત બાળકીને કડકડતી ઠંડીમા તરછોડી નિર્દય માતા ફરાર

ઓક્સિજન લેવલ જાળવવા “બ્લૉ બાય મેથડ”

108ના ઇમરજન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવજાત બાળક (pre mature baby) ને ઓક્સિજનની ઘટ પુરી પાડવા સીધુ જ ઓક્સિજન માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ “બ્લૉ બાય મેથડ” દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ મેથડમાં ઓક્સિજનની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી દ્વારા ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેકન્ડ માટે સાયક્લિંક મેથડમાં નજીક-દૂર કરવામાં આવે છે. બાળકને બાહ્ય ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખુબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે. તેમ વિરલભાઈ જણાવે છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં 4 નવજાત શિશુ મળી આવ્યા, માવતર શું આટલી હદે નિષ્ઠુર બની શકે?

એબ્નોર્મલ ડિલિવરીમાં બાળક અને માતાને બચાવવાનું કામ કપરું

બાળકની પ્રસુતિના અનુભવી રાજુભાઈ જણાવે છે કે, અનેક મહિલાઓની ડીલિવરી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરવી પડે છે. બાળકની પ્રસુતિ સમયે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, નાળ ગળામાં વીંટળાઈ ગયેલી હોવાના કિસ્સામાં તેમજ એબ્નોર્મલ ડિલિવરીમાં ખુબ સાવધાની રાખી બાળક તેમજ તેની માતાને બચાવવાની કપરી કામગીરી કરવી પડે છે. રાજ્ય સરકારની ઇમર્જન્સીમાં આરોગ્ય સેવામાં 108 ટીમની કપરી ભૂમિકા સદા આશીર્વાદ સમાન રહી છે.

ABOUT THE AUTHOR

...view details