રાજકોટ: શહેરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવા જઈ રહી છે. રાજકોટ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત શનિવારે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો - rajkot literature festival
મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો છે. આ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો
આ ફેસ્ટિવલને મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો છે. બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 25થી 29 જાન્યુઆરી સુધી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.