- સર્વે: 76 ટકા લોકોએ સ્વીકાર્યું, કોરોનાની બીજી લહેરમાં લોકોને સામાજિક સહકાર ઓછો મળ્યો
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે કરાયો
- કોરોનાએ કેટલાક સારા તો કેટલાક કપરા દિવસો દેખાડ્યા
રાજકોટ: છેલ્લા દોઢ- બે વર્ષથી લોકો ચિંતિત છે, ત્યારે ઘણા લોકોને માનસિક અને આર્થિક સધિયારો આપીને લોકોએ શાંતિ મેળવી હતી. ઘણા લોકોનું દુઃખ દૂર કરવા જાણે કુદરત જમીન પર પ્રગટ થયો હોય એવું ઘણા લોકોએ જણાવ્યું હતું. આવી મહામારી હોવા છતાં લોકો સમાજમાં રહીને સામાજિક આધાર (Social support) આપતા હતા. એવુ જાણ્યું કે, સામાજિક આધાર (Social support) જો કોઈ વ્યક્તિને આપવામાં આવે તો માણસ મન અને તનથી ખૂબ જ મજબૂત બની જાય છે. આ આધુનિક યુગમાં સૌથી અગત્યનું પરિબળ જો કોઈ હોય તો તે છે સામાજિક આધાર. જો લોકોને સામાજિક આધાર મળી રહે તો જીવન જીવવામાં ઘણું સરળ રહે છે. જ્યારે વ્યક્તિ શારીરિક, માનસિક કે સામાજિક ચિંતા અનુભવતી હોય, હતાશ હોય, મનોભારથી ઘેરાયેલી હોય અને જ્યારે તેની જરૂરિયાત હોય ત્યારે જો સમાજની કોઈ બીજી વ્યક્તિ દ્વારા સપોર્ટ મળે છે અને વ્યક્તિ સ્વસ્થતા અનુભવે, નિશ્ચિન્ત થઇ જાય ત્યારે સામાજિક આધાર ઉપયોગી બન્યું કહેવાય. જે વ્યક્તિ પર થતી મનોદશાની નિષેધક અસરને ઘટાડે છે. ઘણીવાર કુટુંબનો આધાર નથી મળતો ત્યારે સામાજિક આધાર મળી રહે છે. આ પરિસ્થિતિએ નકારાત્મક (negative) બાબતો ખૂબ દેખાડી પણ સામે કેટલીક સારી અને પ્રામાણિક બાબતો પણ જોવા મળી છે.
940 લોકોને પ્રશ્ન પૂછીને સામાજિક સહકાર પર સર્વે કર્યો
સામાજિક આધાર મન અને શરીર માટે એક સારી દવા તરીકે કામ કરે છે. જે લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય (Physical and mental health) ને ખૂબ સારુ રાખે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક (Professor of Psychology Bhavan) ડૉ.ડિમ્પલ રામાણી અને ભટ્ટ કર્તવીએ 940 લોકોને પ્રશ્ન પૂછીને સામાજિક સહકાર પર સર્વે (survey) કર્યો હતો.
1. બીજી લહેરમાં લોકોને સામાજિક સહકાર ઓછો મળ્યો એવા સવાલના જવાબમાં 76 ટકા લોકોએ સ્વીકાર્યું કે, ત્યારે કોઈ કોઈને સહકાર નહોતા આપતાં.
2. લોકોને જ્યારે ઓક્સિજન અને રેમડેસીવીરની જરૂર હતી ત્યારે લોકો સહકાર આપતાં હતા ? ત્યારે 69 ટકા લોકોએ ના કહી.
અન્ય મનોવૈજ્ઞાનિક પ્રશ્નો :
- શું ક્યારેક એવું લાગે છે કે મારી સાથે આદરપૂર્વક વર્તન થતું નથી અને મારી સાથે શું થાય છે તેની કોઈ કાળજી લેતું નથી? 45 ટકા લોકોએ હા કહીં કે અમારી કોઈ કાળજી લેતું નથી અને યોગ્ય વર્તન કરતું નથી.
- શું ક્યારેક એવું અનુભવાય છે કે હું જે કહું છું તે લોકો બરાબર સંભાળતા નથી અને કોઈ સાચા મિત્રો નથી? 54 ટકા લોકોને એવું લાગે છે કે તેમને બરાબર લોકો સાંભળતા નથી.
- શું લોકો ઘણી વખત કોઈ પણ ભોગે મદદ કરવા તૈયાર હોય છે? 18 ટકા એ હા કહીં બાકીના 82 ટકા એ જણાવ્યું કે પોતાના સ્વાર્થ વગર કોઈ મદદ કરતું નથી.
- ક્યારેય તેવું લાગે છે કે નજીકની વ્યક્તિઓ પણ બરાબર સમજી નથી શકતા અથવા બોસ કે ઘરના વડીલો સામે તેમના અનુરૂપ વર્તન કરવું પડતું હોય છે? 54 ટકા એ કહ્યું કે અનુકૂળ વર્તન પરાણે કરવું પડે છે.
- કેટલીક સમસ્યાઓનો જવાબદારી પૂર્વક ઉકેલ ન લાવી શકો ત્યારે તેના પ્રત્યે ધ્યાન દોરાય છે? 36 ટકા એ હા કહીં.
- શું તમારા ઘરના લોકો હંમેશા એકબીજાને મદદરૂપ બને છે અને તમારા સારા કાર્યોની પ્રશંસા કરે છે? 27 ટકા એ હા કહીં.
- તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમારા જેવા મૂલ્યો કે વિચારો ધરાવતી હોય અને જેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકતા હોય? 13 ટકા એ હા કહીં.
- શું લોકો ઘણી વખત અપમાનિત કે ટીકા કરે છે ? 81 ટકા એ જણાવ્યું કે લોકો ટીકા કરવા કે અપમાનિત કરવા તત્પર હોય છે.
- શું તમારી સમસ્યાઓની ચર્ચા અન્યો સાથે કરીને શાંતિ અનુભવો છો? 80.10 ટકા કહ્યું કે મન હળવું થાય છે.
- શું તમને ઘણીવાર મિત્રો સાથે પણ એકલતા અનુભવાય છે ? 45 ટકા હા કહે છે કે મિત્રો વચ્ચે પણ એકલતાનો અહેસાસ થાય છે.
- જ્યારે તમે અન્યો માટે કાર્ય કરો ત્યારે તેઓ તમને વખાણે છે? 72 ટકા એ કહ્યું કે તે કામ પૂરતા વખાણ થાય છે પછી નહીં.
સામાજિક સહકાર એટલે શું ?
- જેના પર આપણે ભરોસો કે વિશ્વાસ રાખી શકીએ
- આવેગાત્મક કાળજી રાખવી
- લાગણી હોવી
- માનવતા હોવી
- એકબીજા સાથે પ્રેમભાવ રાખવો
- એકબીજાને મદદ કરવાની ભાવના ( વસ્તુઓ, સેવાઓ )
- બીજા લોકોના મૂલ્યોનું અને બીજાના અસ્તિત્વનું ભાન રાખવું
- સહાનુભૂતિ રાખવી
- બીજાનું સારુ ઇચ્છવું.
- વાસ્તવિકત માહિતી આપવી
- સારુ વાતાવરણ રાખવું
- અન્ય લોકો કે જૂથોમાંથી વ્યક્તિને મળતી મદદ
- આશ્વાસન
- એકબીજાને સન્માન આપવું.
- સામાજિક આધારને અન્ય લોકો સાથેની આંતરક્રિયા દ્વારા વ્યક્તિની મૂળભૂત સામાજિક જરૂરિયાતોના સંતોષની કક્ષા તરીકે ઓળખવું
- લોકો પ્રત્યે સામાજિક સહકારનું કાર્ય શું ?
- સ્વાસ્થ્યની જાળવણી કરવાનું
- ચિંતા ઘટાડવાનું
- મનોભાર અટકાવવાનું
- ઢાલ બનીને સહાય કરવી
- લોકોને સાચા અને સારા માર્ગે દોરવાનું
- સબંધો કેળવવાનું
- માનવતા જાળવી રાખવાનું
- પ્રામાણિકતા રાખવાનું
- લોકોના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી
- લોકોની સમસ્યાનો હલ કરવાનું
- કોઈપણ ઘટનાનું નિવારણ કરવાનું
- શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે સહાય કરવી
સામાજિક (સહકાર) આધારના સ્ત્રોતો :
- જીવનસાથી
- પ્રેમી
- કુટુંબ
- પાડોશી
- મિત્રો
- શાળા
- સહકાર્મચારીઓ
- ડોક્ટરો, શિક્ષક, પોલીસ, અધિકારીઓ વગેરે
- જ્ઞાતિના સભ્યો
- વિવિધ સામાજિક સંસ્થાઓ
- સામાજિક કાર્યકરો
સામાજિક આધારના પ્રકારો :
સામાજિક આધાર ( સહકાર ) હકીકતે વ્યક્તિને શું પુરુ પાડે છે તે આ પ્રકારો દર્શાવે છે.
(1) આવેગાત્મક આધાર ( emotional support ):-
આવેગાત્મક આધારમાં પરાનુભૂતિની અભિવ્યક્તિ, કાળજી અને વ્યક્તિ માટેની લાગણીનો તેમાં સમાવેશ થાય છે. આવેગાત્મક આધાર વ્યક્તિને એવી સુખદ પરિસ્થિતિમા મૂકે છે. જેથી તેને કોઈ પ્રેમ કરે છે તેવી લાગણી અનુભવે છે. વ્યક્તિ આ આધાર દ્વારા પોતે અન્ય સાથે જોડાયેલો છે તેવી ભાવના અનુભવે છે.