કોલેજમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાની જગ્યાએ અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપી હોવાનો ગોંડલ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ગોંડલ કોલેજને આ મામલે રૂ.1 લાખનો દંડ અને તેનું પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડમી કાંડ મામલો, અલ્પેશ ઢોલરીયા સામે પગલા લેવા કોંગ્રેસની માગ - Congress demands
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ગોંડલની એમ.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગેરરીતિઓ સામે આવી છે. ભાજપના પૂર્વ પ્રમુખની જગ્યાએ અન્ય પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
ગોંડલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવતા ગોંડલ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા અને કુલપતિ સમક્ષ ડમી વિદ્યાર્થી અને ભાજપના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.
ગોંડલની એમ.બી શાહ કોલજનું પરીક્ષા કેન્દ્ર રદ ન કરવાની ઉગ્ર માંગ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NSUIની માગના પગલે ગોંડલની કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું હતું, પરંતુ ગોંડલ કોંગ્રેસ આગેવાનો દ્વારા પરીક્ષા કેન્દ્ર રદ ન કરવાની આજે ઉગ્ર માગણી કરવામાં આવી છે.